31ની મધ્યરાત્રિથી ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડશે, અગાઉ જેમને ટોલ માફી હતી એવા સ્થાનિક વાહનોને પણ હવે માસિક 275નો કન્શેસન પાસ કઢાવવો પડશે

1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. સોનગઢના માંડણ ટોલનાકા પર કેશ લાઈનો બંધ થઈ જશે, અને પસાર થશે તો ડબલ ટોલ ભરવો પડશે, હાલ ટોલનાકા પરથી 60 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થાય છે, 40 ટકા વાહનો કેશ ભરતા હતા, ફાસ્ટેગ ફરજિયાત હોવાથી 20 કિમિની ત્રીજીયામાં રેહતા સ્થાનિક ગામડાઓના વાહન ચાલકોએ પણ રાહત દરનો પાસ ફરજિયાત કઢાવવાનો રહશે. ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે. આવા સંજોગમાં ફરી ટોલના મુદ્દે વાતાવરણ ગરમાવાની શંકા સેવાય રહી છે.

સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા પર પસાર થતા 60 ટકાથી વધુ વાહનચાલકોએ ફાસ્ટ ટેગનો ઉપયોગ કરે છે. અને નવા નિયમ મુજબ 1લી જાન્યુઆરીથી સો ટકા વાહનચાલકોએ ફાસ્ટટેગની સુવિધા લેવી પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર 690(ઈ) પરથી સ્પષ્ટ જણાવે છે કે વાહનચાલકો માટે ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે. ટોલનાકા પરથી પસાર થનાર વાહનચાલકોએ પૈસા ચૂકવવા પડશે. વધુમાં જેમની અવરજવર રોજિંદી છે, અને 20 કિલોમીટરમાં જે લોકો રહે છે. તેમને માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ કરવાની રહેશે. તાપી જિલ્લામાં સંપૂર્ણ ટોલ મુક્તિ મેળવનારા વાહનચાલકોએ પણ 275 માસિક ટોલ ચૂકવવો પડશે. ભૂતકાળમાં માંડણ ટોલનાકા પર ટોલના મુદ્દે વાતાવરણ ગરમાયું હતું. આવી સ્થિતિમાં ફરી ટોલનો મુદ્દો ગરમાય શકે છે.

પરિપત્રમાં જણાવ્યા મુજબ ખાનગી લાઈટ મોટર વાહન (કાર, જીપ, વેન) ના માલિકે સૂચનામા આપેલા નિયમો હેઠળ રૂ .275ની કિંમતના કન્સેશન સ્થાનિક માસિક પાસમાં પોતાનું વાહન લોકલના પુરાવા સાથે સક્રિય કરવું પડશે અને જાહેરનામું જીએસઆર 298 (ઇ) દ્વારા અનધિકૃત ફાસ્ટટેગ અથવા ફાસ્ટટેગ વિના ઓપરેશન માટે ટોલ પ્લાઝાને પસાર કરવા માટે વાહનને તા.15-05-2020ના રોજ અમલમાં મુકાયેલી ટોલ ફીના ડબલ સરચાર્જ ચુકવવો પડશે

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારપા 4-12-2020ના રોજ પ્રસિદ્ધ થયેલા પરિપત્ર મુજબ 1-1-2021થી દરકે વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવેલ છે. જેમાં સુરત જિલ્લામાં ચોર્યાસી ટોલનાકા, ભાટિયા ટોલનાકા અને હજીરા -વેસુ ટોલનાક પરથી પસાર થતાં નાના મોટા વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત કરવામાં આવેલ છે.

આ અંગે હાઈવે ઓર્થોરિટીના અધિકારીના જણાવ્યા મુજબ માંડળ ટોલ નાકાના 20 કિમિના રેડિયેશનમાં વાહન ચાલકોને વાહન દીઠ માસિક 275 રૂપિયાના પાસ સુવિધા ઉપલબ્ધ થશે.

સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકાની 20 કિલોમીટરની અંદર રહેતા વ્યક્તિઓને માસિક પાસનો લાભ મળી રહેશે. ટોલનાકાના 20 કિમિ રેડિયેશનમાં અંદાજીત 235થી વધુ ગામો આવેલા છે.જે ગામોના વાહન ચાલકોને કન્સેસન માસિક પાસની સુવિધા મળશે.

1લી જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત થઇ રહ્યું છે. ત્યારે વાહનચાલકો સ્થાનિક ટોલનાકા પરથી વાહનોના ફાસ્ટટેગ કઢાવી શકે છે. એના માટે વાહનચાલકોએ ઓરિજિનલ પાનકાર્ડ, આધાર કાર્ડ અને વાહનની ઓરિજિનલ આરસી બુક આપો એટલે 8થી 10 મિનિટમાં ફાસ્ટટેગ સુવિધા મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો