પતિની અંતિમયાત્રાની તૈયારી વેળાએ જ પત્નીનું મૃત્યુ, કલોલની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું

કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લાસ્ટ સમયે રસોડામાં કામ કરતાં પિનલબેન દાઝી ગયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં.

મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ કેનેડા રહેતાં હોવાને પગલે તેઓ ગુરુવારે કલોલ પહોંચ્યાં હતાં. પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરતા પરિવારને પુત્રવધૂ પિનલના મોતના પણ સમાચાર મળ્યા હતા, જેને પગલે પતિ-પત્ની બંનેના અંતિમસંસ્કાર સાથે કરાયા હતા. એકસાથે 2 અંતિમયાત્રા નીકળતાં પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં.

મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ અને ભાભી કેનેડા રહે છે. મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો.

યુવક ફર્નિચરની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતો. ત્યારે બ્લાસ્ટમાં કાટમાળ નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રસોડામાં કામ કરતી પત્ની પિનલ દાઝી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જેને પગલે તેને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેનું મોત થયું હતું. જ્યારે બ્લાસ્ટમાં દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધા હંસાબેન દવે હાલ સારવાર હેઠળ છે.

પોતાનું ઘર ધ્વસ્ત થતાં માસીના ઘરેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી

બ્લાસ્ટમાં મરણ ગયેલ યુવકની ઘાયલ પત્નીનું પણ આજ રોજ મોત નીપજયું હતું. આ બન્ને ની અંતિમ યાત્રા જૂનાચોરા વિસ્તારના લવારવાસ માં રહેતા તેના માસી દક્ષાબેન જગદીશભાઈ શુક્લ ના ત્યાં થી કાઢવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો