ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા અંગે ધારાસભ્ય અને સાંસદ માગ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની માગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી છે.
‘મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચંદનજી ઠાકોરે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે દીકરા-દીકરીઓ દ્વારા મા-બાપની સંમિત વગર કોર્ટ મેરેજ કરવામાં આવે છે. દીકરો કે દીકરી બન્ને પુખ્ત વયના હોય કે ના હોય તે એક બીજાની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાય છે. આ બાબતે મા-બાપ અજાણ હોય છે અને ખબર પડે છે ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં મર્ડર પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે અને જો છોકરાના પરિવારને માલ મિલકત છોડીને ગામ બહાર જતું રહેવું પડે છે. તેમજ દીકરી ગમે એટલી ભણેલી હોય, હોશિયાર હોય પણ તેની સામાન્ય ભૂલના કારણે આખી જિંદગી વેર વિખેર થઈ જાય છે. સમાજ-સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા ઉભા થાય છે. આખે નાના સમાજો આવી ઘટનાઓનો ભોગ બને છે’
‘દીકરી લવ મેરેજના રજીસ્ટાર સમક્ષ નોંધણી કરી મા-બાપની વેદનાને મોટી ઠેસ પહોંચાડે છે’
‘માનનીય મુખ્યમંત્રીને દીકરીના બાપ તરીકે વિનંતિ કરું છું કે જ્યારે દીકરી દીકરો પુખ્તવયના થાય અને તેના લગ્નની નોંધણી જે તે જવાબદાર અધિકારી સમક્ષ કરવામાં આવે છે. તે અધિકારી લગ્ન નોંધણી કરે છે. તે અધિકારી તાત્કાલિક તેના મા-બાપને જાણ કરે અને જે ગુપ્ત લગ્ન નોંધણી થાય છે તે તાત્કાલિક રદ કરે અને જો કોઈ છોકરા-છોકરી કોર્ટ મેરેજ કરે કે લગ્ન નોંધણી કરાવે તો પોતાના મા-બાપની સંમતિ ફરજિયાત લેવામાં આવે મા-બાપની સંમતિ એટલા માટે લેવામાં આવે કે દીકરીને જન્મ આપવાથી માંડીને 18 વર્ષની ઉંમર સુધી પાળે પોષે છે. મા-બાપ તેને ભણાવે છે. તે દીકરીને પુખ્તવયની થવાની મા બાપ રાહ જોતા હોય છે. સમાજમાં વિવાહ કરવા પડશે અને પોતાની દીકરીના વિવાહ કઈ રીતે કરવા તે માટે રાત દિવસ મહેનત કરે છે. દીકરીના વિવાહ માટે એફડીઓ મુકતા હોય છે. દીકરીના લગ્ન માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે. આવી દીકરી ક્યાંકને ક્યાંક લવ મેરેજના રજીસ્ટાર સમક્ષ નોંધણી કરી અને મા-બાપની વેદનાને મોટી ઠેસ પહોંચાડે છે. આપ સાહેબને વિનંતિ કરું છું કે, લગ્ન નોંધણી કરતી વખતે મા-બાપની સંમતિમાં સહી લેવામાં આવે’
ભાજપના પ્રદેશ પ્રમુખ, MP અને ધારાસભ્યની લવ જેહાદનો કાયદો બનાવવાની માગ
હાલ લવ જેહાદનો કાયદો બનાવવા માટે પણ ભાજપના નેતાઓ માગ કરી રહ્યા છે. આ મામલે તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ નિવેદન આપ્યું કે, કોઈપણ દીકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલા લેવા જ જોઈએ. મુખ્યપ્રધાનથી મત ભિન્ન હોય શકે છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સંસદસભ્ય મનસુખ વસાવા ઉત્તરપ્રદેશ સરકારની જેમ ગુજરાત સરકારે લવ જેહાદનો કાયદો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. તેનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે, હું તેમની સાથે સહમત છું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરામાં હિન્દુ બ્રાહ્મણ યુવતીનું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવાને નિકાહ લગ્ન કરતા વિવાદ ઉભો થયો હતો.
2019માં પ્રેમલગ્નની નોંધણી માટે માતા-પિતાની સંમતિનો સુધારો કરવા ભાજપના મંત્રીએ CMને પત્ર લખ્ય હતો
વર્ષ 2019માં રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ સરકાર દ્વારા સુધારો કરી લગ્ન રજીસ્ટર રાજ્યની કોઈપણ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા થઈ શકે છે, તે પ્રમાણેનો પરિપત્ર અમલમાં છે. 18 વર્ષે મતદાનનો અધિકાર મળી જાય છે, પણ લોકસભામાં 25 વર્ષે ઉમેદવારી થઈ શકે છે. સરકાર દ્વારા 18થી 25 વર્ષ સુધી પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીના માતા-પિતાની સંમતિ તેમજ વર્તમાન લગ્ન નોંધણી દિકરીના ગામની પંચાયતમાં કરવામાં આવે તેવો સુધારો કરવા માટે લોક લાગણી પ્રવર્તી રહી છે. પ્રજા આંદોલન કરે તે પહેલા સત્વરે સુધારો કરવા વિનંતિ’
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..