Browsing category

સમાચાર

રાજકોટમાં પતંગની દોરીથી ગળુ કપાતા યુવાનનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ, મૃતક પરિવારનો એકનો એક પુત્ર હતો જે ઘરનું ગુજરાન ચલાવતો

રાજકોટમાં ઉતરાયણના તહેવાર પહેલા જ પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો છે. શહેરના અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્કમાં રહેતા મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા સાંજે મિસ્ત્રીકામ પતાવી એક્ટિવા પર જતા હતા. ત્યારે પતંગની દોરી ગળામાં ફસાતા નાક અને ગળામાંથી ખૂબ જ લોહી વહેવા લાગ્યું હતું. આથી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે મૃત […]

સુરતમાં માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, મ્યૂઝિક પાર્ટી સાથે ભીડ એકઠી કરતા કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

સુરતમાં (Surat) બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ (Surya Bangali) પોતાના જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં (Birthday celebration) પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સુર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો છે. આ બર્થડે પાર્ટીના વીડિયો અને તસવીરોએ સોશિયલ મીડિયામાં (Social Medai) ગામ ગજવ્યું છે. […]

રુવાડાં ઊભા થઈ જાય એવી ઘટના આવી સામે! ઠંડીથી બચવા કરેલા તાપણાથી આગ લાગતાં માતા અને ત્રણ બાળકો જીવતા ભૂંજાયા

યુપીના બાંદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં માતા અને ત્રણ બાળકોના સળગી જવાથી મોત નીપજ્યાં છે. આ ઘટનાવિશે જે પણ સાંભળે છે તેમના રૂવાંટા ઉભા થઈ જાય છે. બાંદા જિલ્લાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુબે પૂર્વા મૌવ, ઠંડીથી બચાવવા માટે, ઘરની અંદર આગને બાળી નાખી હતી અને આખું ઘર તેની જે.ડી. […]

હેવાનીયતની હદ પાર કરતો કિસ્સો આવ્યો સામે: મજુર મજદૂરીના પૈસા માંગવા ગયો તો પ્રાઈવેટ પાર્ટમાં એર કોમ્પ્રેસરની હવા ભરી દીધી, સારવાર બાદ મજૂરનું થયું મોત

ક્રશર પર કામ કરતાં મજૂરને ખબર નહોતી કે તે મજૂરી માંગીને પોતાના મોતને પોકારી રહ્યો છે. ક્રશર ઇન્ચાર્જે મજૂર સાથે એવી હેવાનીયત કરી કે કોઈ વિચારી પણ ન શકે. હેવાન બનેલા ઈન્ચાર્જે મજૂરના ગુપ્તાંગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેના કારણે મજૂર મરી ગયો. ઘટના બાદ દોઢ મહિના હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ આખરે મજૂરનું […]

ભરૂચમાં પોલીસકર્મીએ જ માસ્ક પહેર્યા વિના ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી, પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં આક્રોશ

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે […]

ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાતા પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા, 2500 ચેકડેમ, 5 હજારથી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા

પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટાના પ્રેમજીભાઇ પટેલનું 25મી ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવારની હાજરીમાં અમદાવાદમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમના અંતિમસંસ્કારમાં લાકડું બાળવામાં ના આવે. એટલે જ તેમણે જીવતેજીવ ઉપલેટામાં એક ખાડો ખોદાવી […]

નાના વેપારીઓને નુકસાન ન થાય તે માટે ગુજરાત રાજપુત કરણી સેનાએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 11થી સવારના 6 સુધી રાખવા CMને અપીલ કરી

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપુત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. ગુજરાત રાજપુત કરણી સેનાએ નાના વેપારીઓને નુકસાન ન પહોંચે તે માટે ચાર મહાનગરોમાં રાત્રિ […]

રાજકોટમાં 10 વર્ષથી ઓરડીમાં ‘કેદ’ વેલ એજ્યુકેટેડ બે ભાઈ અને બહેનને બારણું તોડી બહાર કઢાયા, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી […]

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી, ભર શિયાળે મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતા. આવું કહી 30થી 40 લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ […]

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમીનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, દુર્ઘટનામાં ત્રણ જૈન અગ્રણીનાં ઘટનાસ્થળે જ મોત

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ બોથરા(બાડમેર, રાજસ્થાન)ના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ગુજરાતમાં વ્યવસાય કરતા જોધપુરના રાકેશ ધારીવાલ, બાડમેરના વિમલ બોથરા […]