હેવાનીયતની હદ પાર કરતો કિસ્સો આવ્યો સામે: મજુર મજદૂરીના પૈસા માંગવા ગયો તો પ્રાઈવેટ પાર્ટમાં એર કોમ્પ્રેસરની હવા ભરી દીધી, સારવાર બાદ મજૂરનું થયું મોત

ક્રશર પર કામ કરતાં મજૂરને ખબર નહોતી કે તે મજૂરી માંગીને પોતાના મોતને પોકારી રહ્યો છે. ક્રશર ઇન્ચાર્જે મજૂર સાથે એવી હેવાનીયત કરી કે કોઈ વિચારી પણ ન શકે. હેવાન બનેલા ઈન્ચાર્જે મજૂરના ગુપ્તાંગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેના કારણે મજૂર મરી ગયો. ઘટના બાદ દોઢ મહિના હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ આખરે મજૂરનું મોત નીપજ્યું છે. જોકે આ કેસ દોઢ મહિના જૂનો છે, પરંતુ હવે તેને લઈને હંગામો મચ્યો છે. ઘટના મધ્યપ્રદેશના શિવપુરીથી 70 કિલોમીટર દૂર આવેલા ગોબર્ધન ગામની છે.

શિવપુરીના ગોબર્ધનમાં બનેલી આ ઘટનાથી પોલીસ-વિભાગના હોશ ઉડી ગયા છે. પરમાનંદ ધાકડ નામના એક મજૂરના મોતથી દરેક લોકોને હચમચાવી દીધા છે. ખરેખર, પરમાનંદ જે ગ્રીટી-ક્રશર સાઇટ પર કામ કરતો હતો, તેના ઈન્ચાર્જે તેની સાથે જનાવર જેવું ખરાબ કામ કર્યું છે.

મળતી માહિતી મુજબ ગાજિગઢ ધારીયામાં રહેતો પરમાનંદ ધાકડ ગામ નજીક તોમર બિલ્ડર્સના ગ્રિટી-ક્રશર પર કામ કરતો હતો. મૃતકના ભાઈ ધનીરામે જણાવ્યું હતું કે, 8 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ભાઈને ઇન્ચાર્જ રાજેશ રાય સાથે વિવાદ થયો હતો. આ પછી, રાજેશે સાથીદારો સાથે લેજામથી પરમાનંદના જનનાંગોમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી. અકુદરતી રીતે, શરીરમાં હવા ભરવાથી, તેના શરીરના અંદરના અવયવો ફાટી ગયા હતા, અને દિવસે દિવસે સ્થિતિ વધુ બગડતી જતી હતી. આરોપીઓ પરિવારને જણાવ્યા વગર પરમાનંદને સારવાર માટે ગ્વાલિયર લઈ ગયા હતા. જોકે, તેની હાલતમાં સુધારો થયો ન હતો. આ પછી, તેને ફરી શિવપુરી લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને પરિવારને જાણ કરી. મૃતકના ભાઈ ધનીરામે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પરમાનંદની સારવાર ગ્વાલિયરથી જયપુર ચાલી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો થયો નહી અને પરમાનંદનું મોત નીપજ્યું હતું.

બીજી તરફ, પરિવારે જ્યારે સ્થિતિ વધુ બગડવાનું કારણ પૂછતાં આરોપીએ જણાવ્યું હતું કે, આનંદના પેટમાં ગેસ હોવાને કારણે હાલત બગડી છે. આ સાંભળી પરિવાર નિશ્ચિંત થઈ ગયો હતો. પરંતુ, જ્યારે પરમાનંદને હોશ આવ્યો ત્યારે તેણે આખી વાત કહી. આ પછી પરિવારના સભ્યોએ ગોબર્ધન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ બાજુ, પોલીસ અધિક્ષક રાજેશ ચંદેલનું કહેવું છે કે, આ મામલો ધ્યાનમાં લેવાયો છે. પરિવારના સભ્યોએ હજુ સુધી પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો નથી. આ કેસની તપાસ માટે એસડીપીઓ પોહરીને નિર્દેશ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો