MPમાં બસ નહેરમાં ખાબકી: 51 મૃતદેહો જોઈ દરેક વ્યક્તિ રડી પડી, ભોગ બનનારમાં સૌથી વધુ યુવાનો, રેલવેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યાં હતા
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સીધીમાં નહેરમાં પડેલી જબલનાથ ટ્રાવેલ્સની બસે જો કદાચ તેનો રૂટ ન બદલ્યો હોત તો લોકોના જીવ ન જાત. છુહિયા ઘાટીથી પસાર […]