સુરત શહેરમાં (Surat) અઠવા ગેટ (Athwa Gate) ટ્રાફિક પોઇન્ટ ઉપર તૈનાત પોલીસની ખૂલે આમ દાદાગીરીનો એક વીડિયો (Video) બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ (Viral) થઇ ચુક્યો છે. જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ ઉપર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલાકનું વાહન લઇને જમા કરી દે છે અને મસમોટી રકમનો મેમો પણ ફટકારે છે. વીડિયો જોઈને યૂઝર સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે પોલીસની આવી દાદાગીરી વ્યાજબી નથી.
અઠવા ટ્રાફિક સિગનલ ઉપર વાહન ચાલક સાથે રકઝક કરતો એકર વીડિયો સોશ્યલ મીડિયા ઉપ્પર બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો. દંડ વસૂલી કરી વાહન ચાલકને મેમો ફટકારીને તેમનું વાહન લઇને પોલીસ દાદાઓ તમામેં તમામ મર્યાદાઓ વટાવી ગયા હોઈ તેવું સોશિયલ મીડિયા યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.
અહીં થી પસાર થતા વાહન ચાલકને પ્રથમ ટ્રાફિકનો મેમો આપી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ વાહન ચાલકનું વાહન જમા પણ કરી દેવામાં આવ્યું હતું જેથી ચાલાક દુવિધામાં મુકાઈ ગયો હતો.ચાલક પોલીસ દાદા સાથે રક્ઝકમાં પણ ઉતરી આવી રજૂઆતો કરી રહ્યો છે.
સુરત : ટ્રાફિક પોલીસ સાથે વાહનચાલકની તકરાર, દંડ ભરવા તૈયાર હોવા છતાં વાહન જપ્ત કર્યુ હોવાનો આક્ષેપ pic.twitter.com/tI9sUqZzsL
— News18Gujarati (@News18Guj) February 15, 2021
પણ પોલીસદાદા એકના બે થતા નથી તેમને તો માત્ર વાહન ચાલકો ઉપર ખાખીનો જ રોફઝાડવો હોઈ તેવા મૂડમાં હતા. એક તરફ ટ્રાફિકના અભિયાનો ચાલવી ઉચ્ચ અધિકારીઓ વાહન ચાલકો ને સમજાવવાની વાતોની શેખી મારે છે તો બીજી તરફ પોલીસ દાદાઓ ગ્રાઉન્ડ લેવલ પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલો જ આવા સારા અભિયાન ઉપર પાણી ફેરવી દેવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી.
વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચેનો સેતુ ઉડી ખાડીમાં તૈનાત થતો સાફ નજર આવી રહ્યો છે. વાયરલ થેયલા વીડિયો જોનાર સળગતા સવાલો પણ કરી રહ્યા છે કે શું આવા પોલીસ કર્મચારીઓ કર્મચારીઓ પર ઉચ્ચ અધિકારી ઓ કાર્યવાહી કરશે ખરા તે તો આવનારો દિવસ જ બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..