MPમાં બસ નહેરમાં ખાબકી: 51 મૃતદેહો જોઈ દરેક વ્યક્તિ રડી પડી, ભોગ બનનારમાં સૌથી વધુ યુવાનો, રેલવેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યાં હતા

મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારે સવારે મોટો અકસ્માત થયો હતો. 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. અત્યારસુધીમાં 51 મૃતદેહ મળ્યા છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સીધીમાં નહેરમાં પડેલી જબલનાથ ટ્રાવેલ્સની બસે જો કદાચ તેનો રૂટ ન બદલ્યો હોત તો લોકોના જીવ ન જાત. છુહિયા ઘાટીથી પસાર થઈને બસ રોજ સતના માટે જતી હતી. મંગળવારે સવારે ટ્રાફિક જામ થવાના કારણે ડ્રાઈવરે બસનો રૂટ બદલીને નહેરનો રસ્તો પકડ્યો અને અકસ્માત થઈ ગયો. સીધી સતનાની વચ્ચે ચાલતી બસ સવારના સમયે મોટાભાગે ખાલી થઈ જાય છે. મંગળવારે રેલવે એનટીપીસીની પરીક્ષા હતી. રીવા અને સતનામાં પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. 32 સીટર બસમાં મોટાભાગે યુવા હતા. તે પરીક્ષા આપવા રીવા અને સતના આવી રહ્યાં હતા.

પૂર્વ લોકસભા ઉમેદવાર શશાંક સિંહે કહ્યું કે બસની પરમિશન ન હતી છતાં પણ દોડી રહી હતી. આ બેદરકારી સતના RTOની છે. સતના RTOને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટ અને રાજ્યમંત્રી રામખેલાવન પટેલ ઘટનાસ્થળે પહોંચી રહ્યાં છે. રીવા જોનઆઈજી ઉમેશ જોગા, ડીઆઈજી અનિલ સિંહ કુશવાહ, એસપી સીધી પંકજ કુમાવત, એસપી રીવા રાકેશ સિંહ સહિત મોટી પ્રમાણમાં પોલીસ ઘટના સ્થળે છે.

નેશનલ હાઈવે-39 સ્થિત છુહિયા ઘાટીમાં જગ્યાએ-જગ્યાએ ખાડા અને પથ્થરો પડ્યા હોવાના કારણે હમેશાં ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. અહીં કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે. આ કારણે જ ડ્રાઈવરે બસને ઝડપથી લઈ જવાના ચક્કરમાં રૂટ બદલી નાંખ્યો. સાત લોકોને બચાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ છોકરીઓ અને ચાર છોકરા છે. આ સાત લોકોમાંથી કેટલાકને રીવા અને કેટલાકને સતના મોકલવામાં આવ્યા છે. તેમના પેરેન્ટ્સ બસની અંદર હતા. તેમના શબ કાઢવામાં આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો