અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં બાળકીઓને ત્યજી (Newborn abandoned) દેવાની ચાર ઘટના સામે આવી છે. જેમાં શાહીબાગ વિસ્તારમાંથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ ઉપરાંત એલિસબ્રિજના કોચરબ આશ્રમ (Kochrab Ashram) પાસે કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. તો વેજલપુર (Vejalpur)માં ફતેહવાડીમાં રોડ પર એક બાળકી મળી આવી છે. વેજલપુરમાં જ અન્ય એક કિસ્સામાં ગાડી નીચેથી એક બાળકી મળી આવી હતી. સમગ્ર મામલે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે. આ તમામ કિસ્સાઓમાંથી વેજલપુરમાં બાળકી મળવાના કેસમાં એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે.
વેજલપુર ખાતે બાળકીને તરછોડી દેવાની ઘટના બની હતી. જેમાં પોલીસ તપાસમાં એક મહિલા બાળકીને તરછોડીને ભાગતી નજરે પડે છે. પોલીસે સીસીટીવી મેળવીને આ મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. મહિલા બાળકીને લઈને જતી જોવા મળી રહી છે. જે બાદમાં તે ખાલી હાથ પરત ફરતી પણ એક કેમેરામાં કેદ થઈ છે. આ દરમિયાન તેની સાથે એક અન્ય બાળક પણ નજરે પડે છે.
ઉલ્લેખનીય છે કે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં બે જીવિત હાલતમાં નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ફતેહવાડીથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ પરથી સરફુદ્દીન મન્સૂરી નામના વ્યક્તિ પસાર થતા હતા ત્યારે જાંબલી કલરના સ્વેટરમાં કંઈક લઈને કૂતરું જતું હતું. જેથી તેઓને શંકા જતા ત્યાં જઈને કૂતરાના મોઢામાંથી આ સ્વેટર લઈ લીધું હતું. તેમણે જોયું તો તેમાં નવજાત બાળકી જીવિત હાલતમાં હતી. ઘરે જઈને આ બાળકીને સાફ કરીને તેમના પત્નીએ આ બાળકીને દૂધ પીવડાવી પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: નવજાત બાળકીને તરછોડીને ભાગી જનારી મહિલા સીસીટીવીમાં કેદ pic.twitter.com/aYP54BACeG
— News18Gujarati (@News18Guj) February 15, 2021
બીજા કિસ્સામાં શ્યામસુંદર સોસાયટીમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારે ત્યાં રહેતા શિશુપાલસિંહ જાડેજાએ જઈને તપાસ કરી તો કાર નીચે ગુલાબી બાબશૂટ પહેરેલી બાળકી રડતી હતી. જેથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ બાળકીનો કબજો મેળવી બાળખીને ત્યજી દેનારની શોધખોળ હાથ ધરી છે.
આ રીતે શહેરમાં બે જ દિવસમાં ચાર-ચાર નવજાત બાળકી મળી આવી છે. જેમાં એક બાળકી મૃતદ હાલતમાં તો ત્રણ બાળથી જીવતિ મળી આવી છે. આ બાળકીઓને ક્યા કારણોએ ત્યજી દેવામાં આવી છે, તેમજ ત્યજી દેનાર કોણ છે તેની શોધખોળ પોલીસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..