અમદાવાદમાં કારના કાચ તોડી કિમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કિમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ સક્રિય ફરી એક વાત સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગઇ કાલે કાલુપુર પાંચ કૂવા (kalupur panchkuva) પાસે પુત્રને પિતા માટે કસરત કરવાની સાઈકલ (Bicycle) 3.50 લાખ રૂપિયામાં પડી છે. વેપારી મિત્રો સાથે સાઈકલ લેવા ગયાને ગઠિયાએ કારના કાચ તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ છે.

દહેગામ (Dahegam) વિસ્તારમાં આવેલ ટેબલા ફળિયામાં રહેતા અને શ્રી બાલાજી નામથી સિમેન્ટ પ્રોડક્ટનો વ્યવસાય કરતા રીતેશ પટેલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં (kalupur police station) ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે રીતેશ તેના પિતા માટે કસરત કરવાની સાઈકલ કેવા માટે કાલુપુર પાંચ કૂવા સાઈકલ બજારમાં કાર લઈને ગયા હતા.

સાઈકલ લેવા માટે તે અને તેમના બે મિત્રો સાથે હુંડાઇ કારમાં ખાડિયા ચાર રસ્તા પાસે પહોંચીને કાર પાર્ક કરી હતી. રીતેશ અને તેના મિત્રો સાઈકલ લઈને બહાર પાર્ક કરેલી કાર પાસે પરત આવીને તેમણે જોયું તો કારનો કાચ તૂટેલો હતો. જેની જાણ ફરિયાદી ને કરતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા.

જેમને ગાડી નો દરવાજો ખોલી ને જોતા રોકડ રકમ ભરેલ બેગ ગાયબ હતી. આમ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રીતેશની બેગમાં મૂકેલ 3.પ૦ લાખ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.

બીજી તરફ આ બાબતે કાલુપુર પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાલુપુર પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો