સુરતમાં બિલ્ડર અને ડાયમંડના વેપારીની 17 વર્ષીય દીકરીએ લીધી દીક્ષા, સાતમા ધોરણથી જ ધર્મનાં માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું હતું

સુરતમાં (Surat) એક વર્ષ પહેલા જૈન સમાજના (Jain Samaj) યુવાનો અને યુવતી દ્વારા મોટા પ્રમાણમાં દીક્ષા (Diksha) ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કરવા આવ્યુ હતું. જે બાદ કોરોના નામનું ગ્રહણ નડતા આ દીક્ષા સમારંભ બંધ રાખવામાં આવ્યા હતા. તો આજે ઘણાં મહિનાઓ બાદ સુરતમાં ડાયમંડ અને બિલ્ડિગલાઇન સાથે સંકળાયેલા વેપારીની પુત્રીએ (Bussinessman daughter) સવારે દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.

એક વર્ષ પહેલા સુરતમાં 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જોકે કોરોનાને કારણે દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરતમાં છેલ્લા લાંબા સામયથી મુલતવી રાખવામાં આવ્ય હતા. ત્યારે આજે વધુ એક યુવતીએએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને બિલ્ડિગ લાઇનના વ્યવસાય સાથે જોડાયેલા જયેશભાઈ સેવંતીલાલના પરિવારની 17 વર્ષની દીકરી રેન્સીએ સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.

ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું

કાલે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.

રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી.

છેલ્લા પાંચ વર્ષથીએ એના ફોઇ પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી. જેથી રેન્સીએ દીક્ષા ગ્રહણ કરી છે. રેન્સીનાં પરિવારમાં ફોઈ બાદ તે બીજી વ્યક્તિ હશે જે પ્રવજ્યાને પંથે જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો