રાજકોટમાં લોકોની વહારે આવ્યું ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ: એક Message કરો અને તમારા ઘરે પહોંચશે અનાજની કીટ

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ધંધા-રોજગાર છે જેના કારણે લોકોને બે ટંક ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે કે જેવો રોજબરોજનું કમાઈ રોજબરોજનું ખાય છે. ત્યારે આવા તમામ લોકોની વહારે આવ્યું છે, પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ તેમજ સદજ્યોતા […]

ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 176 કેસ જેમાંથી 143 એકલા અમદાવાદમાં, કુલ પોઝિટિવ દર્દી 1272 થયા, 7 લોકોના મોત

ગુજરાતમાં નવા 176 કેસ પોઝિટિવ 7 લોકોના મોત થયા છે. ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોનાના 88 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોના વાયરસના 12 કલાકમાં 176 કેસ નોંધાયા છે. 7 લોકોના કોરોનાનાથી મોત થયા છે આ સાથે […]

સુરત માટે ચિંતાજનક સમાચાર, શાકભાજી વેચનારી બે મહિલાઓને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ

અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં શાકભાજી વેચતી બે મહિલાઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બે મહિલાઓમાં વરાછાના એલ.એચ રોડ ખાતેના દીનદયાળ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા આશાબેન પ્રતાપભાઈ અને મીનાબેન ગોરધનભાઈ બુડિયાનો સમાવેશ થાય છે. બંનેના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ શાકભાજી વેચનારા ફેરિયાઓનું મેડિકલ […]

લોકડાઉનમાં પોલીસે ધરાર વાહનને ચોકીથી આગળ ન જવા દેતા બીમાર પિતાને સમયસર હોસ્પિટલ પહોંચાડવા ઉચકીને રોડ પર દોડ્યો દીકરો

દેશમાં લોકડાઉનની સ્થિતિઓ વચ્ચે બુધવારે કેરળથી એક ખૂબ જ ભાવુક કરનારો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પોતાના 65 વર્ષના પિતાને બીમાર જોઈને એક દીકરો તેમને હોસ્પિટલ લઈ જવા રસ્તા પર દોડતા દેખાયો. કહેવાઈ રહ્યું છે કે પોલીસે આ વ્યક્તિના ઘરથી એક કિલોમીટર પહેલા જ રીક્ષાને આગળ જતા રોકી લીધી. આ ઓટો દર્દીને હોસ્પિટલ […]

દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે…

કોરોના સામેની લડાઈમાં ભારતીય ફાર્મા કંપનીઓ મહત્વપૂર્ણ રોલ નિભાવી રહી છે. આપણા દેશની 6 ફાર્મા કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરવા પર પૂરજોરથી કામ કરી રહી છે. આ કંપનીઓ લગભગ 70 પ્રકારની રસીઓનું પરીક્ષણ કરી રહી છે અને ઓછામાં ઓછી 3 રસી માનવ પરીક્ષણના તબક્કામાં પહોંચી ચૂકી છે, પરંતુ નોવેલ કોરોના વાયરસની રસી મોટા પ્રમાણમાં ઉપયોગ […]

WHOના માપદંડ પ્રમાણે N99 માસ્કનું કાપડ બનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય, ગુજરાત સરકારના સહયોગથી ‘અટીરા’ને N99 માસ્ક માટેનું કાપડ બનાવવામાં સફળતા મળી

કોરોનાના કહેરને પગલે N95 માસ્કથી તો સૌ કોઈપરિચિત છે. કોરોના સંક્રમણને કારણે તેની માંગ પણ વધી છે. N95 માસ્કની ફિલ્ટરેશન કેપેસિટિ (ગાળણ ક્ષમતા) 95% હોય છે. 0.3 માઇક્રોનથી મોટા તમામ કણો (પાર્ટિક્યુલેટ મેટર) N95 માસ્ક 95%ની ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે. જ્યારે N99 માસ્કની ગાળણ ક્ષમતા લગભગ 100 % (99.99%) હોય છે. અમદાવાદ ટેક્સટાઇલ્સ […]

અમદાવાદની ચોંકાવનારી ઘટના, પરિવારના 11 સભ્યોને થયો કોરોના પરંતુ ત્રણ બાળકો આબાદ બચી ગયા. જોકે, હવે બાળકો પર પણ છે જોખમ.

માંડ એક વર્ષના ઝાઈદને માતા કુલસુમને વળગીને રમતો જોઈ પહેલી ક્ષણે તો કોઈને પણ નવાઈ ના લાગે. જોકે, જ્યારે કોઈને એ ખબર પડે કે કુલસુમને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે ઝાઈદ તેનાથી બચી ગયો છે. પોતાની માતાની આટલી નજીક રહેવાથી તેને પણ આ વાયરસનો ચેપ લાગવાની પૂરી શક્યતા છે. આ ખતરનાક વાયરસ એક વર્ષના ઝાાઈદ […]

લોકડાઉન વચ્ચે સુરતમાં હત્યાની ચોથી ઘટના: ભરબપોરે ૮ થી ૧૦ લોકો તલવાર લઈ તૂટી પડ્યા, માથાભારે અલતાફને રહેંશી નાખ્યો

ભાઠેના વાડીવાલા દરગાહ પાસે જુની અદાવતના ચાલતા ઝઘડામાં ભરબપોરે ૮ થી ૧૦ ઇસમોએ અલતાફ નામના એક ઇસમની જાહેરમાં હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરમાં જયારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને દિવસેને દિવસે કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં રોજબરોજ મોટો ઉછાળો નોંધાઇ રહ્નો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાની ચોથી […]

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ગરીબો માટે જાતે સિલાઇ મશીન ચાલવીને બનાવી રહ્યા છે માસ્ક, 16000 લોકોને કરી મદદ

કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં દેશમાં 13000થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે જ્યારે ભારતમાં 420 લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે. ત્યાં જ સમગ્ર દુનિયાની વાત કરીએ તો વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી 20 લાખ 83 હજાર 326 નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 34 હજાર 616 લોકોએ જીવ ગુમાવ્યા […]

પડધરી પોલીસ સ્ટેશનના ASIની માનવ સેવાને લોકો કરી રહ્યા છે સલામ, અસ્થિર મગજના યુવકને ઘરેથી ટિફિન લાવી પોતાના હાથે થાળી પીરસી જમાડે છે

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં ગરીબ પરિવાર અને ફૂટપાથ પર રહેતા લોકોને બે ટંક ભોજનના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પોલીસ સહિત સામાજિક સંસ્થાઓ આવા લોકોને ભોજન પૂરું પાડી રહી છે. પરંતુ પડધરી પોલીસ સ્ટેશનના ASI માત્ર લોકડાઉન માટે નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ પોતાના ઘરેથી ટિફિન લઈ જઇ જાતે જ થાળી પીરસી અસ્થિર મગજના યુવકને […]