ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 176 કેસ જેમાંથી 143 એકલા અમદાવાદમાં, કુલ પોઝિટિવ દર્દી 1272 થયા, 7 લોકોના મોત

ગુજરાતમાં નવા 176 કેસ પોઝિટિવ 7 લોકોના મોત થયા છે. ગુજરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કોરોનાના 88 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના 12 કલાકમાં 176 કેસ નોંધાયા છે. 7 લોકોના કોરોનાનાથી મોત થયા છે આ સાથે જ મોતનો આંકડો 48 પર પહોંચ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં હોટસ્પોટ વિસ્તારમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 88 દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

નવા કેસ ક્યાં નોંધાયા

  • અમદાવાદમાં 143
  • વડોદરામાં 13
  • સુરતમાં 13
  • રાજકોટ 2
  • ભાવનગર 2
  • આણંદ 1
  • ભરૂચ 1
  • પંચમહાલ 1
  • કુલ 176 કેસ

24 હજાર રેપિડ ટેસ્ટ કિટ દિલ્હીથી અમદાવાદ પહોંચી

ભારત સરકાર તરફથી ગુજરાતને 24,000 કોવિડ-19 રેપિડ ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો શુક્રવારે મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન, હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કિટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી 2-3 દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કિટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર RTPCR ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે તેમ આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું. આ કિટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે. જોકે આ કિટના ઉપયોગ અંગે હજુ આરોગ્ય કર્મીઓને તાલીમ આપવાની હોઇ તેનો ઉપયોગ શરૂ કરવામાં એકાદ બે દિવસ લાગશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો