રાજકોટમાં લોકોની વહારે આવ્યું ખોડલધામ અને સદજ્યોતા ટ્રસ્ટ: એક Message કરો અને તમારા ઘરે પહોંચશે અનાજની કીટ

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ધંધા-રોજગાર છે જેના કારણે લોકોને બે ટંક ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. ત્યારે આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે કે જેવો રોજબરોજનું કમાઈ રોજબરોજનું ખાય છે. ત્યારે આવા તમામ લોકોની વહારે આવ્યું છે, પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ તેમજ સદજ્યોતા ટ્રસ્ટ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

છેલ્લા પંદર દિવસથી સદજયોતા ટ્રસ્ટ તેમજ ખોડલધામ રાજકોટ દ્વારા જરૂરિયાત મંદોને અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધી અનાજની કીટ સોશિયલ distance જળવાય તે જ પ્રકારે વિતરણ કરવામાં આવતી હતી. ગત અઠવાડિયે રાજકોટ srp ૧૩ ઘંટેશ્વર પાસે ૮૦૦ જેટલા લોકોને અનાજ ની કીટ વિતરણ કરવામાં આવી હતી. તે સમયે દરેક વ્યક્તિ ની આજુબાજુ 3 by 3 ની જગ્યા છૂટે તે પ્રકારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત srp 13 મા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ભાઈ પાદરીયા તેમજ તેમની ટીમના લોકોએ પણ મદદ કરી હતી.

ત્યારે હવે આજથી આજ બંને ટ્રસ્ટ દ્વારા લોકોને તેના ઘર સુધી અનાજની કીટ પહોંચી શકે તે માટેનું આયોજન કર્યું છે. લોકોને અનાજ ની કીટ લેવા માત્ર એક ફોન કરવાનો છે. જે માટે 3 અલગ અલગ નંબર પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલ નંબર પર લોકો ફોન કરી પોતાના ઘર બેઠા અનાજ ની કીટ મેળવી શકે છે. આ સંસ્થા દ્વારા સ્પષ્ટપણે લોકોને જણાવવામાં આવ્યું છે કે કોઈએ રૂબરૂ આવવાની જરૂર નથી, તમે તમારા ઘરમાં સુરક્ષિત રહો તે જ આપણા સમાજ માટે તેમ જ તમારા અને તમારા પરિવાર માટે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષથી આ સદજયોતા ટ્રસ્ટ ખોડલધામ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ અને તેમની યુવા પાંખ ચલાવી રહી છે. ત્યારે પિતાની પગદંડીએ જરુરિયાત મંદોની સેવા કરવા ખુદ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ પણ ચાલી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો