ગુજરાતમાં આજે કોરોનાના નવા 228 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 140 કેસ, 5 મોત કુલ આંકડો 1604: જયંતિ રવિ

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી […]

કોરોના સામે ભારતને જીતની ‘આશા’નો મેસેજ આપવા સ્વિત્ઝરલૅન્ડના માઉન્ટેન પર તિરંગો ઝળહળ્યો

સ્વિસ આપ્લ્સ એટલે કે સ્વિત્ઝરલૅન્ડ અને પાસેના દેશોનાં પર્વતશિખરોમાં આવેલા મેટરહોર્ન માઉન્ટેન પણ ભારતનો તિરંગો ઝળહળી ઉઠ્યો છે. ભારત દેશ કોરોના વાઇરસની લડાઈમાં જીતી જશે તે મેસેજ આપવા પર્વત પર આ રાષ્ટ્રધ્વજની લાઈટિંગ કરવામાં આવી. પીએમ મોદીએ આ પર્વત પર રોશની આપતા તિરંગાનો ફોટો તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આર્ટિસ્ટ ગેરી હોફ્સ્ટેટર છેલ્લા […]

કોરોનાની તપાસ માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કિટ તૈયાર, 10 મિનિટમાં આપશે પરિણામ, એક ટેસ્ટ 1000 રૂપિયામાં થશે, ICMRની મંજૂરી બાકી

દેશની લેબમાં કોવિડ-19ની તપાસ કરનારી પહેલી સ્વદેશી ડાયગ્નોસ્ટિક કિટ વિકસિત કરવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કીટથી10 મિનિટમાં ટેસ્ટનું પરિણામ મળી જશે. આ ટેસ્ટના પહેલા સ્ક્રિનીંગની પણ જરૂર જ નહીં હોય. અત્યારે આને મંજૂરી માટે ICMR પાસે મોકલવામાં આવશે. અત્યાર સુધી દેશની માન્યતા પ્રાપ્ત વિશેષ સરકારી તથા ખાનગી લેબમાં પીસીઆર(પોલીમર ચેઈન રિએક્શન) […]

આ મહિલા કૉન્સ્ટેબલ 15 કલાકની ડયુટી કર્યા પછી ઘરે આવીને બનાવે છે માસ્ક, અત્યારસુધીમાં 3,000 માસ્ક ફ્રીમાં વહેંચી ચૂક્યા છે

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ હાલ ભારત દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના વાયરસને હરાવવા માટે દેશના પોલીસકર્મીઓ અને હેલ્થકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બી. અમરેશ્વરી નામના મહિલા કૉન્સ્ટેબલ દરરોજ 15 કલાકની લાંબી શિફ્ટ બાદ ઘરે આવીને માસ્ક તૈયાર કરે છે. આ મહિલા કૉન્સ્ટેબલ અત્યાર સુધીમાં આ રીતે ઘરે જ તૈયાર કરેલા 3,000 માસ્ક […]

અમેરિકામાં વડોદરાના ડોક્ટર દંપતીને કોરોના પીડિતોની સારવાર કરતા લાગ્યો ચેપ, એલોપેથી અને ઘરગથ્થુ ઉપચારથી સાજા થઇ ફરી દર્દીઓની સેવામાં લાગ્યા

એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ અપાવે તેવી ઘટના અમેરિકાના ન્યૂયોર્કમાં બની છે. અમેરિકાના ન્યૂયોર્કની જાણીતી બુકલિન હોસ્પિટલમાં કોવિન-19ના દર્દીઓની સારવાર કરી રહેલુ વડોદરાનું યુવાન ડોક્ટર દંપતી કોરોના વાઈરસનો ભોગ બન્યું હતું. એલોપેથી, ઘરગથ્થુ ઉપચાર અને વિશેષ સાવચેતી રાખ્યા બાદ સ્વસ્થ થયેલુ દંપતી ફરીથી દર્દીઓની સેવામાં લાગી ગયું છે. દંપતીએ પોતાના અનુભવના આધારે જણાવ્યું છે કે, […]

લોકડાઉનમાં ઘર કંકાસથી ત્રાસેલી પરિણીતાએ પતિની કરી કરપીણ હત્યા, 3 દિવસમાં હત્યાનો 5 સામે આવ્યો

કોરોના વાઇરસને લઈને લોકડાઉન વચ્ચે 3 દિવસમાં સુરતમાં પાંચમી હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી ત્રણ પુત્રીની માતા અને સગર્ભા મહિલાએ ઘરકંકાસથી કંટાળી આજે વહેલી સવારે પતિ સાથે કામ કરતા અને ધર્મના ભાઈ સાથે મળીને પતિની મરચાં વાટવાના પથ્થરની મદદથી હત્યા કરી હતી અને ભાગી છૂટ્યા હતા. કોરોના વાઇરસ લઈને લોકડાઉન ચાલી […]

કોરોના વાયરસના ક્રિટિકલ દર્દીને બચાવવા ગુજરાત કરવા જઈ રહ્યું છે આ મોટો પ્રયોગ, જો સફળ રહ્યું તો મોટા પ્રમાણમાં લોકોને બચાવી શકાશે

ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. આજે ગુજરાત કોરોનાના દર્દીઓને બચાવવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્લાઝમા ટ્રાન્સમ્યુસનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી કોરોનાના ક્રિટિકલ […]

કોરોનાની સારવારને લઈ મોટા સમાચાર, સરકારે નક્કી કરેલી તમામ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની વિનામૂલ્યે સારવાર થશે, દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં

કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસથી થતી કોવિડ-૧૯ બીમારીની સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે. આવી સરકારે માન્યતા આપી હોય તેવી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની તદ્દન ફ્રી સારવાર કરવામાં આવશે. દર્દી પાસેથી હોસ્પિટલ એક રૂપિયો પણ […]

સુરતનું સેવાભાવી યુગલ ગરીબ લોકોની વ્હારે આવ્યું: 22 દિવસથી લોકડાઉનમાં દરરોજ 500 શ્રમિકોને ભોજન પૂરું પાડે છે

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી માનવતા મહેકાવતાં સેવામૂર્તિ સજ્જનો સામે આપણું મસ્તક આદરથી ઝૂકી જાય છે. આવા જ એક સેવાના સંસ્કારથી સમાજને દિશા ચીંધતા સુરતના જયાણી દંપતિનું સેવાકાર્ય જોઇને તેમના પ્રત્યે સન્માનની લાગણી જન્મ્યા વિના ન રહે. સુરતના સરથાણા જકાતનાકા પાસે માનસરોવર સોસાયટીમાં રહેતા […]

રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં ફરજ બજાવતા PI બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે, ગનથી લઈ બેલ્ટ સુધી બધું સેનેટાઇઝ કર્યા બાદ જ ઘરમાં જાય છે

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના 29માંથી 18 કેસ માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા છે. જ્યારે અહીં પોલીસ સતત ખડેપગે રહે છે. ત્યારે અંદરથી દરેક પોલીસને એક પ્રકારનો ભય પણ રહે છે. રાજકોટના PI સુખવિન્દરસિંઘ ગડુ આ વિસ્તારમાં સતત ખડેપગે હોય છે. પરંતુ તે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. […]