NCERTએ સ્કૂલો ખોલવા માટે કેન્દ્રને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપ્યો, 6 તબક્કામાં ખૂલશે સ્કૂલો, ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે

એનસીઈઆરટીએ સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે. વિદ્યાર્થીઓના સ્કૂલ પહોંચવાના સમયે ધોરણો પ્રમાણે 10-10 મિનિટનું અંતર રખાશે. આ ડ્રાફ્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના […]

કોરોના ડરથી 3 હોસ્પિટલોએ ડિલિવરી કરવાની ના પાડી, પછી મહિલાના ઘરે દેવદૂત બની પહોંચ્યા આ ડૉક્ટર

મુંબઈમાં પૂજા ભીસે નામની એક યુવતીને શુક્રવારે રાત્રે અચાનક પ્રસુતિની પીડા ઉપડી ત્યારે તેના પરિવારજનો તેને લઈને હોસ્પિટલ દોડ્યા. જોકે, તેમને સ્વપ્ને પણ એવો ખ્યાલ નહોતો કે પૂજાને હોસ્પિટલમાં એડમિટ કરાવવા તેમને કેટલા ધક્કા ખાવા પડશે. સાકીનાકા વિસ્તારમાં રહેતી આ મહિલાને તાવ આવતો હોવાથી તેને કોરોના હશે કે કેમ તેવા ડરથી ત્રણ હોસ્પિટલોએ તેની ડિલિવરી […]

બિલ ભરવાના પણ પૈસા ના હોવાથી ટીવી એક્ટર આશિષ રૉયે હોસ્પિટલમાંથી રજા લીધી

ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચૂકેલા એક્ટર આશિષ રૉય લાંબા સમયથી બીમાર છે. તેમને કિડનીની બીમારી છે અને તેઓ છેલ્લાં કેટલાંક મહિનાથી મુંબઈની કૃતિકેર હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતાં. જોકે, પૈસા ના હોવાથી તબિયત સારી ના હોવા છતાંય તેઓ ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયા છે. પૈસાની તંગી સ્પોટબોય સાથેની વાતચીતમાં આશિષે કહ્યું હતું, […]

સુરતમાં ઓર્થોપેડિક ડોક્ટર પરિવારે કોરોનાને મ્હાત આપી અને કહ્યું, સાવધાની એ જ મોટી સુરક્ષા

કોરોનાનો અજગરી ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો સાવધાની ન રાખતાં હોવાથી કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ તેનો શિકાર બની રહ્યાં છે. સુરતના વરાછા હીરાબાગ નજીક આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક ડોક્ટર અને તેના પરિવારના સભ્યોને કોરોના થયો. તેમના પરિવારમાં સૌ પ્રથમ પિતાને કોરોના થયો તેની સેવા ચાકરી કરવામાં ડોક્ટરને […]

ફ્રૂટની લારી પર વાંચીને અમદાવાદની વિદ્યાર્થિનીએ ધો. 10માં 94 ટકા મેળવ્યા, ડોક્ટર બનવાની ઈચ્છા

રાજ્યમાં ધોરણ10ની પરીક્ષાનું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ધરાવતા શ્યામસુંદર પ્રજાપતિની દીકરી ઉમાદેવીએ ધો.10(હિન્દી મીડિયમ)માં 94 ટકા અને 99.37 પર્સનટાઈલ મેળવ્યા છે. ઉમાદેવી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ સાથે લારી પર તેના પિતાની મદદ પણ કરતી હતી. બપોરના સમયે લારી પર પણ તે પુસ્તકો લઈ જઈ અને વાંચતી હતી. […]

ગુજરાતમાં 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 21554 કેસ, 34 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 1347

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 21 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો, લોકડાઉનમાં પારલે-જીએ અનેક લોકોના પેટ ઠાર્યા

કોરોના વાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown)ને પગલે તમામ વેપાર-ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. આ દરમિયાન બિસ્કિટનું ઉત્પાદન કરતી પારલે-જી કંપની (Parle G Biscuit)એ એટલા બિસ્કિટ વેંચ્યા કે કંપનીએ 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ફક્ત પાંચ રૂપિયામાં મળતું પારલે બિસ્કિટનું પેકેટ પગપાળા વતન માટે નીકળી પડેલા શ્રમિકો (Workers) માટે પેટની ભૂખ ભાંગવાનો એકમાત્ર ખોરાક હતો. અનેક […]

સુરતમાં હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો? તંત્રના દંડથી વેપારીઓ પરેશાન

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને શહેરમાં તમામ ઉદ્યોગો બંધ હતા. છેલ્લા થોડા દિવસમાં અનલોક 1.0 અંતર્ગત સુરતનું હીરા બજાર (Surat Diamod Market) ખોલવામાં આવ્યું છે. જોકે, ગાઇડલાઇન (Unlock Guideline) પ્રમાણે એક ઓફિસમાં છ કરતા વધારે લોકો બેઠા હોય તો તંત્ર તરફથી દંડ કરવામાં આવે છે. હીરા બજારમાં લોકો ઓફિસ (Diamond Offices), ઓટલા અને પાર્કિંગનું પણ ભાડું […]

કોરોના પોઝિટિવ 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીને લઈને ગાઝિયાબાદથી દિલ્હી 4 હોસ્પિટલમાં ભટકતો રહ્યો અંતે 7માં દિવસે મળ્યું મોત

લાપરવાહીએ ન માત્ર મારી પત્નીનો જીવ લીધો, પરંતુ તેના પેટમાં આઠ મહિનાથી શ્વાસ લઈ રહેલા મારા બાળકનો પણ જીવ લઈ લીધો. વિતેલા ન દિવસમાં મારી સંપૂર્ણ જિંદગી બદલાઈ ગઈ છે. આ બોલતા બોલતા રાજીવનું ગળું સુકાઈ ગયું. થોડીવાર માટે ફોનની બન્ને બાજુ મૌન છવાય ગયું. ફરી બોલ્યો 28 મેના રોજ જાણ થઈ કે મોનિકાને ટાઈફોડ […]

કોરોના વોરિયર્સ કોન્સ્ટેબલ પિતાને હોસ્પિટલમાં દાખલ કરાવવા પુત્રની 10 કલાક બાઇક પર રઝળપાટ, અંતે કમકમાટીભર્યું મોત નીપજ્યું

કોરોના વોરિયર્સ બનેલા પોલીસ કર્મી મુકેશભાઈ સોમાભાઈનો પરિવાર પસ્તાઈ રહ્યો છે. ૬ જૂને સવારે તબિયત બગડતા પુત્ર મુકેશભાઇને લઈ સેલ્બી, એસવીપી, એલજી અને સિવિલમાં ર્ફ્યા પણ કોઈએ દાખલ જ ના કર્યા તે સત્ય છે. સેલ્બી હોસ્પિટલમાં તો પીઆઈ પણ હાજર હતા તેમ છતાં મુકેશભાઈને સારવારમાં લીધા ન હતા. આ અંગે એસીપી ટ્રાફ્કિ વહીવટ આકાશ પટેલને […]