ફ્રૂટની લારી પર વાંચીને અમદાવાદની વિદ્યાર્થિનીએ ધો. 10માં 94 ટકા મેળવ્યા, ડોક્ટર બનવાની ઈચ્છા

રાજ્યમાં ધોરણ10ની પરીક્ષાનું 60.64 ટકા પરિણામ જાહેર થયું છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ધરાવતા શ્યામસુંદર પ્રજાપતિની દીકરી ઉમાદેવીએ ધો.10(હિન્દી મીડિયમ)માં 94 ટકા અને 99.37 પર્સનટાઈલ મેળવ્યા છે. ઉમાદેવી ધો.10ની પરીક્ષાની તૈયારીઓ સાથે લારી પર તેના પિતાની મદદ પણ કરતી હતી. બપોરના સમયે લારી પર પણ તે પુસ્તકો લઈ જઈ અને વાંચતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટ્યુશનમાંથી આવ્યા બાદ પિતાને ફ્રુટની લારીએ મદદ કરતી, રાત્રે 12 વાગ્યા સુધી વાંચતી

અમરાઈવાડીના મહાવીરનગરમાં રહેતા અને હાટકેશ્વર સર્કલ-ખોખરા ખાતે રોડ ઉપર ફ્રુટની લારી દ્વારા રોજગારી મેળવતા અત્યંત ગરીબ પરિવારની દીકરી ઉમાદેવી પ્રજાપતિએ ધોરણ-10માં 94 ટકા તેમજ 99.37 પર્સનટાઈલ ગુણ મેળવ્યા છે. ઉમાદેવી ખોખરાની રાષ્ટ્રભારતી હિન્દી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઉમાદેવીએ જણાવ્યું હતું કે સવારે સ્કૂલે જતી હતી. બપોરે 1 વાગ્યે ઘરે આવી અને ટ્યુશન જતી પછી પિતાને ફ્રુટની લારી પર જઈ મદદ કરતી હતી. રાતે 12 વાગ્યા સુધી વાંચતી હતી. બે માળનું અમારું નાનું મકાન છે જેમાં દાદા- દાદી, કાકા-કાકી સહિત 12 સભ્યો ઘરમાં રહે છે. ઘરનો જે પણ રૂમ ખાલી હોય તે રૂમમાં જઈ વાંચતી હતી.

દીકરીને જે ભણવાની ઈચ્છા છે એ ભણે અને તેના માટે હું તમામ પ્રયત્નો કરીશઃ ઉમાદેવીના પિતા

બપોરના સમયે પણ હું પિતાને લારી ઉપર જઈ મદદ કરતી હતી. લારી પર એકબાજુ બેસી અને વાંચતી હતી જ્યારે ગ્રાહક ફ્રુટ લેવા આવે તો આપતી અને પછી ફરી વાંચવા બેસી જતી હતી. મારે હવે આગળ સાયન્સમાં બી ગ્રૂપ લેવું છે અને ડોક્ટર બનવું છે. પિતા શ્યામસુંદરે જણાવ્યું હતું કે દીકરીને જે ભણવાની ઈચ્છા છે એ ભણે અને તેના માટે હું તમામ પ્રયત્નો કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો