કોરોના પોઝિટિવ 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીને લઈને ગાઝિયાબાદથી દિલ્હી 4 હોસ્પિટલમાં ભટકતો રહ્યો અંતે 7માં દિવસે મળ્યું મોત

લાપરવાહીએ ન માત્ર મારી પત્નીનો જીવ લીધો, પરંતુ તેના પેટમાં આઠ મહિનાથી શ્વાસ લઈ રહેલા મારા બાળકનો પણ જીવ લઈ લીધો. વિતેલા ન દિવસમાં મારી સંપૂર્ણ જિંદગી બદલાઈ ગઈ છે. આ બોલતા બોલતા રાજીવનું ગળું સુકાઈ ગયું. થોડીવાર માટે ફોનની બન્ને બાજુ મૌન છવાય ગયું. ફરી બોલ્યો 28 મેના રોજ જાણ થઈ કે મોનિકાને ટાઈફોડ થઈ ગયો છે. હીમોગ્લોબિન પણ ઓછું થઈ ગયું છે. તે ગર્ભવતી હતી અને આઠમો મહિનો ચાલી રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજીવ દિલ્હીના શહાદરામાં રહે છે અને પત્નીની સારવાર ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં ચાલી રહી હતી. રાજીવે કહ્યું કે ડોક્ટરના કહેવાથી મેં 29 મેના રોજ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો. 30 મેની સાંજે રિપોર્ટ આવ્યો. હોસ્પિટલે કહ્યું કે અમારે ત્યાં કોરોનાની સારવાર થતી નથી. તમે કોઈ બીજી હોસ્પિટલમાં જતા રહો. મે એક પછી એક હોસ્પિટલમાં ફોન કરવાનું શરૂ કર્યું. દિલ્હી સરકારે જે લિસ્ટ આપ્યું હતું તેમાં તમામ હોસ્પિટલના નંબર હતા.

રાતના એક વાગ્યા સુધી મે ફોન કર્યા. પરંતુ તમામ હોસ્પિટલે એડમિટ કરવાની ના પાડી દીધી. જે પણ જગ્યાએ ફોન કરું ત્યાંથી એકજ જવાબ મળતો હતો કે અમારે ત્યાં બેડ ફૂલ છે, તમે કોઈ બીજી જગ્યાએ દાખલ થઈ જાઓ. 30 મેના રોજ રાત્રે 1 વાગ્યે પત્નીને લઈને મારા નાના ભાઈ સાથે હું ગુરે તેગ બહાદૂર હોસ્પિટલ પહોંચ્યો.

હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે કહ્યું કે સેમ્પલ આપો ફરી કોરોનાની તપાસ થશે. સેમ્પલ માટે અમે બીજા વોર્ડમાં ગયા. ત્યા જઈને ખ્યાલ આવ્યો કે હજુ ત્રણ દિવસના સેમ્પલ પેન્ડિંગ છે. સેમ્પલ લેનારે કહ્યું કે સેમ્પલ રાખવાની પણ જગ્યા નથી. મે કહ્યું કે તમે મને આ લખીને આપી દો જેથી હું તે ડોક્ટરને બતાવી દઉં અને તે મારી પત્નીને એડમિટ કરી લે. તેમનો લખેલો કાગળ લઈને હું ફરી વોર્ડમાં પહોંચ્યો તો ડોક્ટરે કહ્યું કે તમે દર્દીને LNPG હોસ્પિટલ લઈ જાઓ, કારણ કે અહીં તો જગ્યા નથી.

આ લગભગ રાતના 3 વાગ્યાની વાત છે. થાકીને અમે પત્નીને લઈને ફરી ઘરે આવી ગયા. રાતના સાડા ત્રણ વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી હું અલગ-અલગ પ્રાઈવેટ હોસ્પિટલમાં ફોન કરતો રહ્યો. હું કોશિશ કરી રહ્યો હતો કે કોઈ જગ્યાએ બેડ મળી જાય. પરંતુ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો કે બેડ ખાલી નથી. અમુક હોસ્પિટલે તો એવું કહ્યું કે અમને કોરોનાની સારવાર કરવાની સરકાર પાસેથી એપ્રુવલ મળી નથી. એક હોસ્પિટલે કહ્યું કે પહેલા તમે અમારે ત્યા સારવાર નથી કરી એટલા માટે દાખલ ન કરી શકીએ.

મેક્સ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેવું જાણવા મળ્યું. તેઓએ કહ્યું કે તમે આવી જાઓ. 31 મેના રોજ સવારના 9.30 વાગ્યા હતા. પત્નીને લઈને હું ત્યા પહોંચ્યો. તેઓએ તમામ માહિતી મેળવી. મેં કહ્યું કોરોના પોઝિટિવ આવી છે. હિમોગ્લોબીન પણ ઓછું છે. આઠ મહિનાનો ગર્ભ છે. આ બધુ સાંભળ્યા પછી સિનીયર ડોક્ટર આવ્યા અને કહ્યું સોરી, અમે તમારા દર્દીને દાખલ ન કરી શકીએ, કારણ કે બેડ નથી. જ્યારે મેં કહ્યું કે મને ફોન ઉપર કહેવામાં આવ્યું હતું કે બેડ છે, તો તેઓએ આ વાત માનવાનો ઈન્કાર કરી દીધો.

અહીથી અમે મોનિકાને LNGP હોસ્પિટલ લાવ્યા. બે કલાક ઔપચારિકતા ચાલી. થોડીવાર પછી અમને કોમન રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા. મુશ્કેલીની વાત એ છે કે 24 કલાક છતા પત્નીને કોઈ સારવાર મળી નહીં. હા રાત એક વાગ્યે કોઈ આવ્યું, તેણે બાળકના ધબકારા માપ્યા અને જતું રહ્યું.

મેં ડોક્ટરને કહ્યું કે પત્નીને કોઈ જોવા માટે આવ્યું નથી. તેની સારવાર થઈ રહી નથી. તો કહ્યું કે અમે પ્રોસિઝરના હિસાબે કામ કરી રહ્યા છીએ. તમે અમને ન કહો. તેને બેવાર એકથી બીજા વોર્ડમાં શિફ્ટ કરાઈ. તે પોતાનો સામાન જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહી હતી. કોમન વોર્ડમાં પંખો ન હતો અને ગંદકી બહુ હતી. આ દરમિયાન મે પ્રાઈવેટ હોસ્પિટલમાં 10 હજાર એડવાન્સ જમા કર્યા અને કહ્યું કે બેડ ખાલી થાય તો પ્લીઝ મને જણાવો.

1 જૂનની રાતે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. પછી તેને ICUમાં શિફ્ટ કરી દેવાઈ. ત્યા એસી હતો તો તેને થોડી રાહત મળી. બીજા દિવસે તેની તબિયતમાં સુધારો જણાયો. રાતે એનો ફોન આવ્યો કે તરસ બહુ લાગી છે અને કોઈ પાણી આપતું નથી. તે કહી રહી હતી કે પથારીમાંથી ઊભું થઈ શકાતું નથી. ત્યારે હું ઘરે હતો. હોસ્પિટલમાં વાત કરી તો કોઈએ વાત ન સાંભળી. રાત્રે 10 વાગ્યે હું પત્નીને પાણી આપવા માટે હોસ્પિટલ ગયો.

હોસ્પિટલ જઈને ઈન્ચાર્જને કહ્યું કે હું શહાદરાથી માત્ર પત્નીને પાણીની બોટલ આપવા આવ્યો છું. તો તેમણે મને અંદર તો ન જવા દીધો, પરંતુ પત્નીના પલંગ સુધી પાણીની બોટલ પહોંચાડી દીધી. ત્યાં સુધી મારી પત્ની પાણી માટે 3 કલાકથી તરસતી હતી. 3 તારીખનો દિવસ આમ જ નીકળી ગયો. તેના બીજા દિવસે 4 જૂને સાંજે ડોક્ટરે તેને એક ઈન્જેક્શન આપ્યું. મેં તેની સાથે વીડિયો કોલથી વાત કરી તો તે ઠીક લાગતી હતી.

12 વાગે હું ઘરે પરત આવ્યો. રાત્રે 3 વાગે મને ફોન આવ્યો કે, તમારી પત્નીની તબિયત વધારે ખરાબ છે. તેમને વેન્ટિલેટર પર શિફ્ટ કરીએ છીએ. 4 વાગ્યા સુધી હું હોસ્પિટલ પહોંચી ગયો. હોસ્પિટલવાળાએ કહ્યું કે, કેટલીવાર કરી, જીંદગી વિશે કઈ કહી ન શકાય. સવારે આઠ વાગે મને કહ્યું કે, અમે તમારી વાઈફને બચાવી ન શક્યા. મેં પુછ્યું મારું બાળક? ત્યારે કહ્યું કે, માતા અને બાળક બંનેના મોત થયા છે. બપોરે 12 વાગે મારી પત્નીનો મૃતદેહ લઈને હોસ્પિટલવાળા સ્મશાન જતા રહ્યા.

રાજીવ અને મોનિકાના અઢી વર્ષ પહેલાં લગ્ન થયા હતા. આ તેમનું પહેલું બાળક હતું. બાળક માટે ઘણાં સપના જોયા હતા પરંતુ હોસ્પિટલની બેદરકારીએ બધુ ખતમ કરી નાખ્યું. હાલ રાજીવ અને તેનો પરિવાર ક્વોરન્ટિન છે. તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે પરંતુ રિપોર્ટ હજી સુધી નથી આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો