સુરતમાં હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો? તંત્રના દંડથી વેપારીઓ પરેશાન

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને શહેરમાં તમામ ઉદ્યોગો બંધ હતા. છેલ્લા થોડા દિવસમાં અનલોક 1.0 અંતર્ગત સુરતનું હીરા બજાર (Surat Diamod Market) ખોલવામાં આવ્યું છે. જોકે, ગાઇડલાઇન (Unlock Guideline) પ્રમાણે એક ઓફિસમાં છ કરતા વધારે લોકો બેઠા હોય તો તંત્ર તરફથી દંડ કરવામાં આવે છે. હીરા બજારમાં લોકો ઓફિસ (Diamond Offices), ઓટલા અને પાર્કિંગનું પણ ભાડું ભરીને વેપાર કરતા હોય છે. હવે તંત્ર તરફથી બહાર બેસતા લોકોને દંડ કરવામાં આવી રહ્યો છે. તંત્રની આવી કાર્યવાહી સામે નારાજગી વ્યાપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસને લઈને સુરતનો મહત્ત્વનો હીરા ઉદ્યોગ બંધ હતો. છેલ્લા થોડા દિવસથી સરકારની મંજૂરી સાથે આ ઉદ્યોગ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ માટે સરકાર તરફથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. એટલે કે આ તમામ છૂટછાટ શરતોનો આધિન છે. તેવામાં સુરતના મહીધરપુરા હીરા બજારમાં છેલ્લા બે દિવસથી મનપા તંત્ર દ્વારા ગાઈડલાઇનને લઈને 200 થી લઇને 500 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી રહ્યો છે. આ વાતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગાઈડલાઇન પ્રમાણે એક ઓફિસમાં 6 કરતા વધુ લોકો હોય તો દંડ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ 45 વર્ષથી વેપારીઓ ઓફિસના ઓટલાનું ભાડું આપીને વેપાર કરતા હોય છે. કેટલાક લોકો ગાડી પાર્ક કરીને તેનું ભાડું આપીને ગાડી પર બેસીને વેપાર કરતા હોય છે. હવે આ રીતે વેપાર કરતા વેપારીઓને દંડવામાં આવી રહ્યા છે.

સરકારની ગાઈડલાઇન પ્રમાણે કામ કરવામાં આવે તો 50 હજાર લોકો જે બજારમાં કામ કરે છે તેની જગ્યાએ 30 હજાર લોકો વેપાર કરી શકે છે. હવે બાકીના 20 હજાર લોકો ક્યાં જાય તે સવાલ ઊભો થયો છે. બીજી તરફ ગાઇડલાઇનને લઇને તંત્ર વેપારીઓને કનડગત કરીને વેપાર કરવા ન દેતા હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. વેપારીઓ તરફથી માંગણી કરવામાં આવી છે કે સરકાર ગાઇડલાઇનમાં સુધારો કરે અને ઓટલા અને ગાડી પર બેસીને વેપાર કરતા વેપારીઓને છૂટ આપે.જો આવું નહીં થાય તો આગામી દિવસમાં તંત્ર અને વેપારીઓ આમને-સામને આવે તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો