સુરતમાં વધતાં પોઝિટિવ કેસને લઈને સ્વયંભૂ લોકડાઉન રાખવાની અપીલ કરતો મેસેજ સોસિયલ મીડિયામાં વાઈરલ

સુરત શહેરમાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે. 300થી વધુ કેસ નોંધાતા લોકોમાં ડરનો માહોલ છે. આવા સમયે સોશિયલ મીડિયામાં લોકોએ સ્વયંભૂ લોકડાઉનની ચળવળ ઉપાડી હોય તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. લોકોને સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરતાં આ મેસેજમાં તારીખ 11મીથી 21 જુલાઈ 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવા અપીલ કરવામાં આવી છે. આ […]

ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પ્રજા વધુ સલામતી રાખે અને માસ્ક પહેરીને જ બહાર નીકળે તે માટે રાજ્ય સરકારે હવે માસ્ક ન પહેરનારનો દંડ વધારવા જઈ રહી છે. સરકાર હાલનો માસ્ક ના પહેરનારનો રૂ. 200નો દંડ વધારીને રૂ.1000 કરવા માટે વિચારણા કરી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 875 કેસ નોંધાયા, કુલ ઍક્ટિવ કેસ 10 હજાર નજીક, મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા છે. […]

શરદી-ઉધરસ દૂર કરીને વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બાદિયાના સેવનથી થતા ફાયદા જાણો અને શેર કરો

કોરોના વાયરસ રોગચાળા સામે લડતા ઘણો સમય વીતી ગયો છે અને લોકોને સારી રીતે ખબર પડી ગઈ છે કે આ રોગ સામે લડવા માટે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે હવે હવામાનમાં પરિવર્તન આવવાનું શરૂ થયું છે, જેના કારણે ઘણા લોકોને શરદી અને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો કે […]

ગરીબોને મફત રાશન ન આપનાર દુકાનદારો પર થશે સખત કાર્યવાહી, આ નંબર પર કરી શકાશે ફરિયાદ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ હેઠળ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમાં સૌથી મહત્વનો અને 80 કરોડ ભારતીયોને અસર કરતા ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને અનાજ ના આપનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી જોગવાઈ કરવામાં આવી છે. […]

માનવતા મરી પરવારી! સુરતમાં કોરોના સારવાર માટે વપરાતું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 1 લાખમાં વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું

કોરોના મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોય તેમ દેખાઈ રહ્યું છે. સુરતમાં ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે દરોડો પાડીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. આ કૌભાંડમાં સુરતમાં ફાર્મા કંપનીના મહિલા માલિકની સંડોવણી બહાર આવી છે. એકના એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન વેચતા હતા. સામાન્ય રીતે 40 હજારનું ઈન્જેક્શન 1 […]

બ્રાઝીલમાં માત્ર દવાથી એઇડ્સની સારવાર કર્યાનો પ્રથમ કેસ સામે આવ્યો, બે ડ્રગ્સનું કોમ્બિનેશન કરીને HIV વાઈરસથી મળ્યો છૂટકારો

બ્રાઝીલમાં એક વ્યક્તિ એઇડ્સ મુક્ત થઇ ગયા હોવાનો દાવો સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર્સ પ્રમાણે, એઇડ્સ પીડિતને ઘણા પ્રકારની એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું. સંશોધકોએ દર્દીનું નામ જાહેર કર્યું નથી પરંતુ તે HIV મુક્ત થઇ ગયા હોવાનો દાવો કર્યો છે. હાલમાં જ થયેલી ઓનલાઈન એઇડ્સ 2020 કોન્ફરન્સમાં સંશોધકોએ […]

કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડ્યા, આમ કરનાર બોલિવૂડનો પ્રથમ એક્ટર બન્યો

‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરે છે અને તેમણે કહ્યું હતું કે બોલિવૂડમાં આમ કરનારો તે પહેલો સેલિબ્રિટી બની ગયો […]

વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા યુવાને ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત, ઇન્સ્ટાગ્રામ પર યુવાને મુકેલી તસવીર જોઇને મિત્રો ચોંકી ઉઠ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અમેરિકા બેઝ કોલાબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્વે તાજેતરમાં આપઘાત કરી લેનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામઉપર શેર કરી હતી. આપઘાત કરનાર યુવાન પરિવારનો […]

‘ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે’ એમ કહીને સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી રામ ધડૂકને ઢોર માર માર્યો

યોગીચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને અજાણ્યા ચાર પાંચ ઈમસોએ બોલાવીને માર માર્યો છે. બપોરે બે વાગ્યાના સુમારે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યાઓએ કહ્યું કે, અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી તમે ઓફિસ આવો. આથી ઓફિસ પહોંચેલા રામ ધડૂક પર અજાણ્યાઓએ હુમલો કર્યો હતો. ઢીક્કા પાટુનો માર મારવાની સાથે […]