વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા યુવાને ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત, ઇન્સ્ટાગ્રામ પર યુવાને મુકેલી તસવીર જોઇને મિત્રો ચોંકી ઉઠ્યા

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અમેરિકા બેઝ કોલાબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્વે તાજેતરમાં આપઘાત કરી લેનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામઉપર શેર કરી હતી. આપઘાત કરનાર યુવાન પરિવારનો એકનો એક પુત્ર હતો. અને તેના આગામી ડિસેમ્બર માસમાં લગ્ન થવાના હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઇન્સ્ટાગ્રામ પર યુવાને મુકેલી તસવીર જોઇને ફિયાન્સી અને મિત્રો ચોંકી ઉઠ્યા

વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટના બી-ટાવરમાં 28 વર્ષીય મીત શશીકાંત પટેલ માતા-પિતા સાથે રહેતો હતો. અને ગોત્રી વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કોલાબેરા કંપનીમાં ઉચ્ચહોદ્દા ઉપર નોકરી કરતો હતો. બુધવારે મોડી રાત દરમિયાન તેણે દોરીથી પંખા ઉપર ફાંસો ખાઇને લીધો હતો. આપઘાત કરતા પૂર્વે તેણે તાજેતરમાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કરનાર ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામઉપર પોસ્ટ કરી હતી. ફિયાન્સી અને મિત્રોએ સવારે મિતના ઇન્સ્ટ્રાગામ ઉપર મિતે પોતાની મુકેલી તસવીર જોતા ચોંકી ઉઠ્યા હતા. અને તેનો મોબાઇલ ફોન ઉપર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ, કોઇ જવાબ ન મળ્યો ન હતો. જેથી તેઓએ મિતની માતાનો સંપર્ક કર્યો હતો.

મિતની માતાનો જવાબ સાંભળી તુરંત જ મિત્રો મિતના ઘરે દોડી ગયા

મિતની માતાએ તેઓને જણાવ્યું કે, મિત દરવાજો ખોલતો નથી. મિતની માતાનો જવાબ સાંભળી તુરંત જ મિત્રો મિતના ઘરે દોડી ગયા હતા. તેઓએ પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, કોઇ જવાબ ન મળતા મિત્રોએ દરવાજો તોડી નાંખ્યો હતો. દરવાજો તોડીને માતા અને મિતના મિત્રો રૂમમાં જતાં મિતને ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ ગોત્રી પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાનના આપઘાતનું કારણ અકબંધ

મિત પટેલ તેની ઓફિસમાં નોકરી કરતી યુવતીને પ્રેમ કરતો હતો. અને બંનેના આગામી ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. જોકે, મીત તેની પ્રેમિકા સાથે લગ્ન કરે તે પહેલાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની જેમ પોતાની તસવીર ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મુકીને આપઘાત કરી લીધો હતો. મીત પટેલે ચોક્કસ કયા કારણોસર આપઘાત કર્યો છે. તે અંગેનું રહસ્ય અકબંધ છે. હાલ જે.પી.નગર પોલીસે આ બનાવ અંગે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો