રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ ઉડ્યા, બે દી’ ત્યાં રાખી ફરી શિફ્ટ કરાશે

રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા છે તેમાં 210 જેટલા દર્દીની સારવાર ચાલી રહી છે, જે લોકો શરદી, ખાંસી તેમજ તાવ જેવા કોરોનાના લક્ષણો […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 861 કેસ નોંધાતા રેકોર્ડ તૂટ્યો, કુલ મૃતાંક 2 હજારને પાર, કુલ દર્દીઓનો આંકડો 39280 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 861 કેસ નોંધાયા છે. […]

લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે સુરતમાં વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને થયેલા લૉકડાઉન (Lockdown) બાદ સૌથી વધુ કફોડી હાલતમાં સુરતના રત્નકલાકારો (Diamond Workers) મૂકાયા હતા. જોકે, અનલોક (Unlock) બાદ પણ ઉદ્યોગ શરૂ નહીં થતાં આર્થિક ભીંસ (Financial Crisis) અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગતા ગતરોજ વધુ એક રત્નકલાકારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા રત્નકલાકારે એક સુસાઇડ નોટ (Suicide […]

‘તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક’ના લખાણ સાથે DyCMને શિક્ષકોએ લખી ટપાલ

અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે. જોકે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે […]

UGVCLએ અમદાવાદીઓને મનફાવે તેવાં બિલ આપ્યા, લોકડાઉન દરમિયાન 20 હજાર સુધીનાં બિલથી લોકોમાં આક્રોશ

અમદાવાદીઓ એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે. પણ આ વચ્ચે અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. UGVCL દ્વારા લોકડાઉનના સમયમાં અમદાવાદના અમુક વિસ્તારોમાં 15-20 હજાર રૂપિયા સુધીના બિલ આપવામાં આવ્યા છે. […]

અમદાવાદમાં પત્નીને કોરોનાનાં હોવાની આશંકાએ પતિએ બે બાળકો સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શર્મસાર થઈ રહ્યા છે. અને તેવામાં પણ કોરોના મહામારીને લઈને પણ સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો છે કે, પતિ અને તેના પરિવારે કોરોના વાયરસ હોવાની શંકાને આધારે તેને અને તેનાં 2 બાળકોને ઘરમાંથી […]

પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN

પ્રાણીઓમાંથી વાઇરસ માનવીમાં સંક્રમિત થાય એ ખૂબ જ સામાન્ય થઇ ગયું હોવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ વિભાગે સ્વીકાર્યું છે કે કોવિડ ૧૯ રોગ પેદા કરતા સાર્સ કોવ-૨ વાઇરસ ઉદભવ્યો એમાં કોઇ જ આૃર્ય નથી. એક રિપોર્ટમાં પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું કે, માંસ માટે સઘન પ્રાણી ઉછેર સહિતની માનવીની વર્તણૂક […]

મૃત્યુ બાદ કારજમાં ભોજન કરાવ્યું તો થશે 1 વર્ષની જેલ, આ રાજ્યનાએ લીધો નિર્ણય

સમાજમાં મરણ પછીની કેટલીક વિધિઓને અનુસરવામાં આવે છે. પરંતુ, કોરોના વાયરસની મહામારીને કારણે રાજસ્થાન સરકારે આ વિધિ પર પ્રતિબંધ મૂકી મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને અનેક રાજ્યની સરકારે જે તે પ્રદેશમાં સુરક્ષા માટેની કડક ગાઈડલાઈન અમલી બનાવી છે. પણ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારે સંક્રમણ ન […]

કોરોના મહામારીમાં પોલીસની સાથે ખડેપગે રહેનાર SRPના જવાનો જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર, રૂમમાં પાણી કે ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ નથી

કોરોનાની મહામારીમાં પોલીસની સાથે ખડેપગે તૈનાત રહેનાર SRPના જવાનો જીવના જોખમે સુરત પોલીસ કમિશનર કચેરીમાં જૂની વાયરલેસ ઓફિસની જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર છે. જવાનો જે જગ્યાએથી પ્રવેશ કરે છે તેનો સ્લેબ ગમે ત્યારે પડી શકે છે. આવી સ્થિતિમાં પણ એસઆરપીના જવાનોએ રહેવંુ પડે છે. ઉપરથી પાણીની કે ટોયલેટ-બાથરૂમની કોઈ સુવિધા નથી. આ બિલ્ડિંગમાં સૌથી પહેલા […]

અમદાવાદી રિક્ષાવાળાનું અનોખું અભિયાન, ચાઇના માલના બોયકોટનું પ્રોમિસ આપો અને ભાડામાં છૂટ મેળવો

અમદાવાદનો આ રીક્ષાવાળો ભદ્રેશ પટેલ માત્ર અમદાવાદ બતાવે છે એટલું જ નહીં પણ જો તમે ચીનના માલનો બહિષ્કાર કરો છો તો ભાડું પણ ઓછું કરી નાખે છે. હા સાચે જ. અવિનાશ વ્યાસે ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ ગીત લખીને તેના લક્ષણો વર્ણવ્યા છે તો આજના આ રિક્ષાવાળાએ છેલ્લા 25 દિવસમાં એવા 51 કરતા વધુ મુસાફરો કે જેમણે […]