ગાંધીનગરના રૂપાલમાં બાળક તેડીને ગરબે રમતી મહિલાને હાર્ટ-અટેક આવ્યો અને ઢળી પડી, કેમેરામાં કેદ થયું Live મોત

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં લગ્નના પ્રસંગમાં ગરબે રમતી એક મહિલાને હાર્ટ-અટેક આવતાં તે ત્યાં જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થયો છે. ગાંધીનગર જિલ્લાના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષીય કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયાં હતાં. લગ્ન પ્રસંગ હોવાથી ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં […]

અમદાવાદમાં સટ્ટાની લતે ચઢેલા યુવાને કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ‘મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું’

વ્યસન કે જુગાર કે પછી નશાની લત હોય તે માણસને બરબાદીના પંથે લઈ જાય છે. વ્યસન નશો કરવા માટે વ્યક્તિ ત્યારે શું પગલું ભરી દે છે તેનું કોઈ નક્કી નથી હોતું અને પરિણામે પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં બન્યો છે. સટ્ટાની (sattabaji) લતે ચઢેલા યુવાને કંટાળીને […]

અમદાવાદ સિવિલમાં મહિલાએ સાડા છ મહિને બાળકીને આપ્યો જન્મ, 430 ગ્રામ વજનની બાળકી મોત સામેનો જંગ જીતી

મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં કડિયાકામ કરીને […]

અમદાવાદના કોટ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ માત્ર કાગળ પર, અંદરની ગલીઓમાં કિડીયારૂ ઉભરાણુ હોય એમ લોકો ઉમટયા, એક જ વખત પોલીસ પેટ્રોલિંગ કરીને જતી રહે છે, પછી સવાર સુધી કોઈ ફરકતું નથી

શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો હતો તેમજ ટપોટપ મોત થવા લાગ્યાં હતાં, જેને કારણે સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે વેઈટિંગ હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં પહેલા 57 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો. ત્યાર બાદ 23મી નવેમ્બરે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આમ, 17 દિવસથી શહેરમાં નાઈટ કર્ફ્યૂ છે. હાલ શહેરમાં રાતના […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1223 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,25,304 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા પણ તેમા ગત બે દિવસથી ઘટાડો થયો છે અને હવે તો 1300થી પણ ઓછા કેસ […]

શિયાળામાં નખની આસપાસની ચામડી નીકળી રહી છે તો કરો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

શિયાળામાં ત્વચાને લગતી કેટલીક સમસ્યા થાય છે. ત્યારે નખની આસાપાસની ચામડી નીકળવાની સમસ્યાને હેંગનેલ પણ કહેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને ઘણા લોકોને થાય છે. જે ન ફક્ત શિયાળામાં ઘણા લોકોને થાય છે. જ્યારે નખની ઉપરની ત્વચા શ્યામ પડી જાય છે તો ઓક્સિજનનો પ્રવાહ રોકાઇ જાય છે. જેનાથી નખ પાતળા અને તેનો રંગ પણ […]

26 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થનાર મેજર ઋષિકેશ રામાણીની શૌર્યગાથા

રાજ્યના અનેક જવાનોએ દેશ માટે શહીદી આપી. પરતું જ્યારે અમદાવાદની વાત આવે ત્યારે નિકોલના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ ચોક્કસથી સૌ કોઈના મુખમાં આવી જાય. માત્ર ૨૬ વર્ષની ઉંમરે ઋષિકેશ રામાણી દેશ માટે શહીદ થયા. મેજર ઋષિકેશ રામાણીની પરિવારજનોને આજે પણ તેમની એટલી જ યાદ આવી રહી છે કારણકે પરિવારનો એકનો એક દીકરો દેશ […]

અમદાવાદના રામોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, ‘તારે જીવતા રહેવું હોય તો ઘરમાં જતો રહે, નહીં તો અહીંયા જ ખેલ ખતમ કરી દઈશ’

એક તરફ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) અમલમાં છે તો બીજી તરફ કેટલીક ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે અસામાજિક તત્વોને જાણે પોલીસ (Ahmedabad Police)નો કોઇ ડર જ રહ્યો નથી. આવા અસામાજીક તત્વો નાઇટ કર્ફ્યૂની ઐસીતૈસી કરીને પોતે નક્કી કરેલા મનસૂબા પાર પડતા હોય તેવું લાગે છે. કેટલાક દિવસ અગાઉ ઈસનપુરમાં કેટલાક અસામાજીક તત્વોએ […]

સુરતમાં 24 વર્ષીય યુવકની 10 વર્ષની બાળકી પર હેવાનિયત, વડાપાંઉના બહાને અવાવરૂ જગ્યાએ લઈ ગયો ત્યાં બાળકીએ બૂમાબૂમ કરતાં હત્યા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો

સુરત શહેરના પાંડેસરાના પ્રેમનગરમાંથી સોમવારે બપોરે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી. પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણે(ઉં.વ.24)ની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ […]

વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 22 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ બની વલસાડનું ગૌરવ વધાર્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો હતો મૂળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો 22 […]