અમદાવાદના કોટ વિસ્તારમાં રાત્રિ કર્ફ્યૂ માત્ર કાગળ પર, અંદરની ગલીઓમાં કિડીયારૂ ઉભરાણુ હોય એમ લોકો ઉમટયા, એક જ વખત પોલીસ પેટ્રોલિંગ કરીને જતી રહે છે, પછી સવાર સુધી કોઈ ફરકતું નથી

શહેરમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વિસ્ફોટ થયો હતો તેમજ ટપોટપ મોત થવા લાગ્યાં હતાં, જેને કારણે સ્મશાનોમાં પણ અંતિમવિધિ માટે વેઈટિંગ હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અમદાવાદમાં પહેલા 57 કલાકનો કર્ફ્યૂ લાદ્યો હતો. ત્યાર બાદ 23મી નવેમ્બરે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આમ, 17 દિવસથી શહેરમાં નાઈટ કર્ફ્યૂ છે. હાલ શહેરમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ છે. આ નાઈટ કર્ફ્યૂ અચોક્કસ મુદત સુધી છે. જોકે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં નાઈટ કર્ફ્યૂનો ભંગ થઈ રહ્યો છે અને કોરોના પણ કાબૂમાં આવતો નથી.

આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન જાણવા મળ્યું છે કે રાત્રિ કર્ફ્યૂનો આ નિયમ શહેરના કોટ વિસ્તારમાં લાગુ પડતો નથી. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન શહેરના કોટ વિસ્તારમાં લોકો બેફામ બનીને લટાર મારવા નીકળે છે. શહેરમાં કોરોનાના કેસ વધ્યા બાદ લોકો ઇમર્જન્સી સિવાય પોતાના ઘરની બહાર ન નીકળે એ માટે સરકાર અને પોલીસ દ્વારા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે, જેને કારણે સામાન્ય લોકો 9 વાગ્યા બાદ ઘરમાં કેદ થઈ જાય છે, પરંતુ કોટ વિસ્તરામાં રાતે 9 વાગ્યા બાદ એક જ વખત પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાની વાત સામે આવી છે.

છીપા વાડની અંદરની ગલીઓમાં કીડિયારું ઊભરાયું એમ લોકો ઊમટ્યા
શહેરના જમાલપુર વિસ્તારમાં છીપા વાડ અને વૈશ્ય સભાની અંદરની ગલીઓમાં જાણે લોકોને ફરવાનો સમય થયો હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આ વિસ્તારમાં લોકો માસ્ક વગર ફરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. વિડિયોમાં કેટલીક દુકાનો પણ રાતે ખુલ્લી હોવાનું દેખાઈ રહ્યું છે, જ્યારે કેટલાક લોકો બિનધાસ્ત ફરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 23 નવેમ્બરે અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેર એવાં સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને એ માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે એવી સ્થિતિ સર્જાઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો