સુરતમાં પરિવારની જાણ બહાર બીજા માળની અગાસી પરથી પતંગ ચગાવતા પાંચ વર્ષના બાળકનું નીચે પટકાતા મોત

ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં સ્કૂલો બંધ હોવાથી પતંગો અત્યારથી ઉડતા દેખાય રહ્યાં છે. ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે અને પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયો હોય છે. જ્યાંથી અચાનક પટકાતા […]

અમેરિકાના લાસ વેગાસમાં હાઈપરલૂપનું થયું ટેસ્ટીંગ, ભવિષ્યની સૌથી ઝડપી ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં માણસને સુરક્ષિત લઇ જવાનું સફળ પરીક્ષણ કર્યું

સવારે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ અને દોઢ કલાક બાદ મુંબઇમાં ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે ફરવાની કલ્પના જલદી સાકાર થઇ શકે છે. વર્જિન હાઈપરલૂપે અમેરિકાના લાસ વેગાસમાં તેજ ગતિની પરિવહન સિસ્ટમમાં માણસને સુરક્ષિત લઇ જવાનું સફળ પરીક્ષણ કર્યું છે. તે બુલેટ ટ્રેનથી ચાર ગણી અને બોઇંગ-747 પ્લેનથી બે ગણી ઝડપી છે. હાઈપરલૂપના પરીક્ષણ દરમિયાન લાસ વેગાસના રણમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 741 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 246,511 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 800થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 741 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 741 Corona Positive […]

શિયાળામાં રોજ ખાઓ મેથીના લાડુ, સાંધાના દર્દમાંથી મળશે રાહત, જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે. જાણો મેથીના લાડુ બનાવવાની […]

લવજેહાદનો કિસ્સો આવ્યો સામે: સોનગઢની યુવતી સાથે વિધર્મી યુવકે શરીરસુખ માણી ગર્ભવતી બનાવી, પ્રેમજાળમાં ફસાવવા કર્યો આવો ખેલ

સોનગઢ (Songadh)ની યુવતી (Girl) સાથે વ્યારા (Vyara)ના મુસ્લિમ યુવકે (Muslim youth)દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકે પોતે આદિવાસી સમાજનો હોવાનું જણાવી વિધવા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. પરંતુ એક બાળકનો જન્મ થયા પછી યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા યુવતીએ યુવક વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશન (Songadh Police Station)માં છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ […]

નવા વર્ષે ખેડૂતો સાથે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે, કંપનીએ યૂરિયા ખાતરના નામે પધરાવ્યા પથ્થરો

આખી દુનિયામાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર જોવા નથી મળી રહ્યો. એક બાજૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે હવે યુરિયા ખાતર (urea fertilizer)ના માધ્યમથી પણ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી (Fraud With Farmer) આચરી રહી છે. આવો જ કિસ્સો જેતપુર (Jetpur)ના મેવાસા ગામે (Mevasa Village) બન્યો છે […]

વડોદરામાં કોરોનાના ડરથી CBSE ટોપર વિદ્યાર્થીનો આપઘાત, ‘ત્રણ દિવસ બાદ હતો જન્મદિવસ’, પરિવાર સ્તબ્ધ

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને પગલે અનેક લોકોના નોકરી, ધંધાને અસર પહોંચી છે સાથે રાજ્ય સહિત દશભરના વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બગડી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાનું માફક નથી આવી રહ્યું, પરંતુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓ અને તંત્ર લાચાર છે. ત્યારે અનેક લોકોને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો ડર એટલો લોકોના મગજમાં ઘર કરી ગયો છે કે, […]

‘હું પણ વડોદરાનો ડોન છું’, આ બાબતે 31stએ દારૂ પાર્ટી કરતા લબરમૂછિયા મિત્રોના ઝગડામાં હત્યા, 9ની અટકાયત

રાજ્યના તમામ શહેરો અને તાલુકાઓમાં 31 ડિસેમ્બરે દારૂની પાર્ટી ના થાય તે માટે પોલીસ સક્રિય હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના પગલે મોટા શહેરોમાં કરફ્યૂ હોવાથી દારૂ રસિકો નાના ગામડામાં જઈને અથવા રાજ્ય બહાર જઈને પણ દારુ પાર્ટી કરવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો જ કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે, જેમાં લબરમૂછીયા મિત્રોએ […]

વડોદરાને મોટી ભેટ: દેશનો સૌપ્રથમ રોડ સોલર પ્રોજેક્ટ તૈયાર, વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે અને રાજ્યનો સૌથી લાંબો 3.5 કિ.મીનો બ્રિજ પણ વડોદરામાં બનશે

વડોદરા શહેરને વર્ષ-2021માં બે મોટી ભેટ મળવા જઈ રહી છે. જેમાં દેશના સૌપ્રથમ રોડ પર સોલર પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 10 દિવસ બાદ તેનું લોકાર્પણ થશે. આ સોલર પ્રોજેક્ટથી વર્ષે 14 લાખ યુનિટ ટન વીજ ઉત્પાદન કરશે અને ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધી રાજ્યનો સૌથી લાંબો 3.5 કિ.મીનો બ્રિજ તૈયાર થશે. દેશમાં સૌપ્રથમ […]

એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત! ઘેરા ધુમ્મસના કારણે પાર્ક કરેલા કન્ટેનર ટ્રકમાં ઘૂસી ગઈ બસ, 4 લોકોનાં મોત

નવા વર્ષના પહેલા દિવસે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જોરદાર ઠંડીની સાથે ઘેરું ધુમ્મસ (Dense Fog) છવાઈ જાય છે. ઘેરા ધુમ્મસના કારણે વાહનો વચ્ચે અકસ્માત પણ થતા રહે છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao) જિલ્લાનો છે. અહીં શુક્રવાર સવારે ઉન્નાવમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે (Lucknow Agra Expressway) પર ઘેરા ધુમ્મસના કારણે રસ્તાના કિનારે પાર્ક કરવામાં આવેલા […]