નવા વર્ષે ખેડૂતો સાથે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે, કંપનીએ યૂરિયા ખાતરના નામે પધરાવ્યા પથ્થરો

આખી દુનિયામાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધાર જોવા નથી મળી રહ્યો. એક બાજૂ રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મૂક્યા છે ત્યારે હવે યુરિયા ખાતર (urea fertilizer)ના માધ્યમથી પણ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી (Fraud With Farmer) આચરી રહી છે. આવો જ કિસ્સો જેતપુર (Jetpur)ના મેવાસા ગામે (Mevasa Village) બન્યો છે જ્યાં યુરિયાના ખાતરની થેલીમાંથી પથ્થરો નિકળ્યા છે.

શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર જ્યારે ખરીદી કરવામાં આવ્યું ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

જેતપુરના મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુરિયા ખાતર શુદ્ધ નાઇટ્રોજનમાંથી બનતું હોય છે અને આ ખાતર એટલું શુદ્ધ હોય છે કે 24 કલાક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો પણ બાષ્પીભવન થઈ જાય પરંતુ કૃભકો કંપનીના યુરિયા ખાતરની થેલીઓ જ્યારે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી ત્યારે ખાતરની સાથે સાથે થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળતા આશ્ચર્યચકિત થયા હતા.

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શિયાળુ પ્રથમ સિઝન સમયે જ આ પ્રકારની છેતરપિંડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા મેવાસા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અને યુરિયા ખાતર બનાવતી આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો