નવા વર્ષના પહેલા દિવસે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જોરદાર ઠંડીની સાથે ઘેરું ધુમ્મસ (Dense Fog) છવાઈ જાય છે. ઘેરા ધુમ્મસના કારણે વાહનો વચ્ચે અકસ્માત પણ થતા રહે છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના ઉન્નાવ (Unnao) જિલ્લાનો છે. અહીં શુક્રવાર સવારે ઉન્નાવમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે (Lucknow Agra Expressway) પર ઘેરા ધુમ્મસના કારણે રસ્તાના કિનારે પાર્ક કરવામાં આવેલા કન્ટેનર ટ્રકમાં ડબલ ડેકર બસ ઘૂસી ગઈ. આ ગોઝારા અકસ્માતમાં બસમાં સવાર 4 મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘાયલોને સીએસસી લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જિલ્લા હૉસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યા. દુર્ઘટના બાદ એક્સપ્રેસ વે પર દોડાદોડી થઈ ગઈ. ડરના માર્યા મુસાફરો બારીઓના કાચ તોડીને બસથી કૂદવા લાગ્યા અને જીવ બચાવીને ભાગ્યા.
Unnao district: Four passengers killed, seven injured seven after a private bus rammed into parked container truck on Lucknow-Agra Expressway near Auras pic.twitter.com/3y8zzOrF1b
— ANI UP (@ANINewsUP) January 1, 2021
બીજી તરફ, ક્રેનની મદદથી 5 ફુટ કન્ટેનર ટ્રકની અંદર ઘૂસેલી બસને બહાર કાઢવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ, બસમાં લગભગ 70થી 75 મુસાફરો સવાર હતા. આ બસ અરરિયા બિહારથી દિલ્હી જઈ રહી હતી. ઘેરા ધુમ્મસને કારણે કન્ટેનર પણ કોઈ વાહનથી ટકરાઈને રસ્તા પર ઊભું હતું. તેનો ચાલક ભાગી ગયો છે.
મૃતકોની ઓળખ બસ ચાલક સલાઉદ્દીન મોહમ્મદ અબ્બાસ (35), મધુબની બિહાર, નસીમ મોહમ્મદ ખાન (23), દરભંગા બિહાર, શૌકત જાફર હુસૈન રઝા (21), અરરિયા બિહાર અને ફારૂક ઇસરાઇલ મસ્તાન (14) અરરિયા બિહાર તરીકે થઈ છે. હાલ પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..