સુરતના ઋષિ પટેલે CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ સાથે ભારતમાં ટોપ 25માં સ્થાન મેળવ્યું, અમદાવાદ IIMમાં અભ્યાસની છે ઈચ્છા

સુરતના 21 વર્ષીય યુવક ઋષિ પટેલે દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થામાં એડમીશન લેવા માટે પ્રાથમિક પરીક્ષા CAT આપી હતી. જેમાં તેને 99.99 પર્સેન્ટાટાઈલ રેન્ક મેળવીને ભારતભરમાં ટોપ 25માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષિએ અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ઋષિને અમદાવાદ IIMમાં પ્રવેશ માટે સરળતા રહેશે. સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી […]

સુરેન્દ્રનગરના સાડીના વેપારીના પુત્ર અને મિત્રનું અમદાવાદમાં અપહરણ થતાં 1 કરોડ માંગ્યા, ક્રાઈમબ્રાન્ચે ડીલ મુજબ રૂ. 40 લાખ આરોપીઓને આપી યુવાનોને છોડાવ્યા બાદ અપહરણકારોની ધરપકડ કરી

સુરેન્દ્રનગર જવાહર ચોકમાં સાડીનો શો રૂમ ધરાવતા વેપારીના પુત્ર અને મિત્રનું અમદાવાદમાં અપહરણ કર્યા બાદ પોલીસની મદદથી છુટકારો થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. 31 ડિસેમ્બરના રોજ કપડાની ખરીદી કરવા અમદાવાદ જવાનું કહીને મિત્ર તથા જ્ઞાતીના પરિચીત સાથે ગયો હતો. અપહરણ કારોએ પિતાને ફોન કરીને કહયુ કે રૂ. 1 કરોડ આપો તો દિકરાને છોડીશું પીતાએ […]

વૃદ્ધના અંતિમ સંસ્કારમાં સ્મશાનની છત તૂટી પડતા 23 લોકોના મોત; વૃદ્ધના દિકરાનું પણ કાટમાળમાં દબાઈ જતા મૃત્યું

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી ઘણા લોકો દટાયા. જેમાંથી 23 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો વરસાદથી બચવા માટે એક છત નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તેના એક દિકરાનું પણ મૃત્યુ […]

સુરતના કારખાનેદારે હૃદય, ફેફસાંં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 5ને નવજીવન બક્ષ્યું, હ્રદય ચેન્નાઈમાં ધબક્યું

સમગ્ર દેશમાં વર્ષ 2021નું પ્રથમ ઓર્ગન ડોનેશન અંગદાનમાં અગ્રેસર એવા સુરત શહેરમાંથી થયું છે. ડિંડોલીમાં રહેતા અને અક્સ્માત બાદ બ્રેનડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવું જીવન આપ્યું છે. તેમના હૃદય અને ફેફસાનું સુરતથી 1618 કિમીનું અંતર 170 મીનીટમાં કાપીને ચેન્નાઈની હોસ્પિટલમાં બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ડિંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા […]

તલનું તેલ એ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને કરી શકાય છે દૂર

ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે. અનેક રોગોમાં રામબાણ ઇલાજ […]

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે કિશોરને ડંડાથી મારમાર્યો, ત્યારબાદ તબીયત બગડતા મોત, પોલીસકર્મી સહિત 6 વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં ૨૭ મી ઓકટો. ના દિવસે કિશોરનું મોત નિપજ્યું હતું. આ આ મામલે કિશોરના પરિવારજનોએ પોલીસ અને બાળ સંરક્ષણ ગૃહના કર્મચારીઓ વિરુદ્ધ આરોપ લગાવતા પોલીસે મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ પોલીસે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ […]

હિંમતનગર ઇડર રોડ પર વનવિભાગની ગાડીએ યુવક અને ફિયાન્સીને કચડતાં બંનેનાં મોત, આગામી સીઝનમાં લગ્ન થવાનાં હતાં

હિંમતનગર ઈડર રોડ પર ગુરૂવારે સમી સાંજે નેત્રામલી નજીક વન વિભાગના ડીસીએફ( ડિસ્ટ્રિક્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, સામાજિક વનીકરણ અધિકારી)ની સરકારી ગાડીએ બાઇકને ટક્કર મારતાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે સગપણ કરેલી યુવતીનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. આગામી લગ્ન સીઝનમાં બંનેનાં લગ્ન થવાનાં હતાં. અકસ્માત સર્જીને ચાલક અને તેની […]

બે લાઇનની સુસાઇટ નોટ લખીને મહિલા PSIનો આપઘાત, લખ્યું- ‘આ મારા કર્મોનું ફળ છે’

ઉત્તર પ્રદેશના બુલંદશહર (Bulandshahr)માં ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર (Police Sub Inspectors) તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય આરજૂ પવારે (Arzoo Pawar) પંખા સાથે ફાંસી લગાવીને આપઘાત (Suicide) કરી લીધો છે. આ બનાવ અનૂપ શહેરના કોતવાલી પોલીસ મથકનો છે. અહીં એક ભાડાના મકાનમાં રહેતી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી […]

સુરતમાં OYO હોટલના રૂમમાં યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરવા ગયેલી યુવતી રાત્રે સૂતા બાદ ઊઠી જ નહીં, હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ

સુરત શહેરના પીપલોદ વિસ્તારની ઓયો હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી પારિવારિક સંબંધી એવા યુવક સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં યુવકે યુવતીના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું […]

સુરતમાં મહિલાએ ઝેરી દવા પી ફાંસો ખાધો, PCR વાનના જવાનોએ માત્ર છ મિનિટમાં ઘરે પહોંચીને મહિલાનો જીવ બચાવ્યો

સુરત શહેરમાં એક મહિલા પોતાના ઘરમાં આપઘાત કરી રહી છે તેવો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમને (surat police control room) આપઘાત કરનાર મહિલાની દીકરી દ્વારા આપવામાં આવતા કંટ્રોલ રુમ દ્વારા આ કોલ PCR આપતા પીસીઆર વાન (Surat Police PCR van) માત્ર 6 મિનિટમાં બનાવ વાળી જગ્યા પર પહોંચીને આ મહિલાને ફાંસો ખાધેલી હાલતમાંથી નીચે ઉતારીને […]