ઉતરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં સ્કૂલો બંધ હોવાથી પતંગો અત્યારથી ઉડતા દેખાય રહ્યાં છે. ત્યારે પતંગ ઉડાવતી વખતે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. પૂણા વિસ્તારમાં આવેલા ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત પરિવારના પાંચ વર્ષનો દીકરો ઘરે અને પાડોશમાં રમતા-રમતા પરિવારની જાણ બહાર બીજા માળે પતંગ ઉડાવવા પહોંચી ગયો હોય છે. જ્યાંથી અચાનક પટકાતા તેનું મોત થયું છે. જેથી પરિવાર પર દુઃખની કાલિમા છવાઈ ગઈ છે.
રોજની જેમ રમવા ફળિયામાં ગયો હતો
પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો.
પતંગ ચગાવતા નીચે પટકાતા મોતને ભેટ્યો
પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો. ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ પુત્ર કેનીલને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવાર પર દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..