રતન ટાટાએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: બીમાર પૂર્વ કર્મચારીને મળવા તેના ઘરે પહોંચ્યા, જોઇને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા

82 વર્ષના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) રતન ટાટા (Ratan Tata) પોતાની માનવતા માટે પણ જાણીતા છે. તેમણે એકવાર ફરી આવી જ માનવતા (Humanity)નું ઉદાહરણ રજૂ કર્યું છે. પોતાના કર્મચારીઓ માટે તેઓ અનેક કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવે છે. આ વખતે તેઓ ખુદ અચાનકથી પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચી ગયા જે અનેક દિવસથી બીમાર હતા. રતન […]

કરજણના શિક્ષિકાએ પોતાના મોપેડને જ બનાવ્યો શાળાનો ક્લાસ રૂમ, બાળકોનાં ઘરે જઈને કરાવે છે અભ્યાસ

કોરોના મહામારીના લીધે હાલમા શાળા કોલેજો બંધ છે અને હાલમા શિક્ષકો ઓનલાઇન ક્લાસ ચલાવીને બાળકોને ભણાવે છે. તો ગામડાના ગરીબ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ પાસે મોબાઈલની સુવિધા ન હોવાથી તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ ન હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ વગર વંચિત રહી જાય છે, ત્યારે કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરાવતા પ્રિયતમાબહેને […]

પિતાએ પુત્રીને સલામ કરી: ઇન્સપેકટર પિતા એ DSP દીકરીને સેલ્યુટ કરતી તસવીરે લોકોના દિલ જીતી લીધા

આંધ્રપ્રદેશ પોલીસ (Andhra Pradesh Police) એ રવિવારના રોજ ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. એક પિતા પોતાની ઓફિસર દીકરીને સેલ્યુટ કરી રહ્યા છે. આ સુંદર દ્રશ્ય આંધ્રપ્રદેશના ફર્સ્ટ ડ્યૂટી મીટ કાર્યક્રમ (First Duty Meet)માં જોવા મળ્યું. સીઆઈ પિતાએ પોતાની DSP દીકરીને સેલ્યુટ કર્યું (Cop Salutes DSP […]

સુરતમાં બેંકવાળાની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત માતા-પુત્રએ આપઘાત કરતા ચકચાર મચી

કોરોના મહામારી (Corona epidemic)માં સરકાર દ્વારા લોકડાઉન (Lock Down) લગાવ્યા બાદ સામાન્ય માણસ મુશ્કેલીમાં મૂકાયો છે. લોકડાઉમાં લોકોની આર્થિક સ્થિતિ કથળતા બેંક પાસેથી લોન લઇ જીવનનિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. જોકે સામાન્ય માણસ ઉપર હવે કોરોના મહામારી અને લોકડાઉનની અસર જોવા મળી રહી છે. હવે રાજ્યમાં આર્થિક સંકળામણ અને બેંકની ઉઘરાણીથી કંટાળી લોકો આપઘાત (Suicide) […]

ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધતા માણાવદરના ખેડૂતને મળી ઓર્ગેનિક ખેતીની કિંમત, સીંગતેલનો ડબ્બો 3500 રૂપિયામાં વેચ્યો

વજશીભાઈ કરંગિયા: અમારૂ ગામ માણાવદર તાલુકાનું દેશીંગા. આ વખતે મારી જેમ ગાય આધારિત ખેતી કરતા ગ્રુપના ખેડૂતમિત્રોને ઓર્ગેનિક સીંગતેલના એક ડબ્બાના 3500 રૂપિયા મળ્યા, એમ વર્ષોથી આ ગામની ગાય આધારિત ખેતી કરીએ છીએ, એવું નું કહેવું છે. સીંગતેલના ડબ્બે 3000 રૂપિયા તો ગયા વર્ષે મને મળ્યા હતા, એમ તેઓ વધુમાં જણાવે છે. વજશીભાઈ કહે છે, […]

સુરતમાં મર્સિડીઝ કારે સાઇકલસવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું, કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારું થયું, 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્ત કુટુંબમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારૂં થઈ ગયું […]

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 655 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 248,581 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 700થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 655 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 655 Corona Positive Case In […]

શિયાળામાં ખાઓ શેકેલું લસણ, શરદી-ઉધરસથી મળશે રાહત અને રોગ પ્રતિકારક શક્તિ થશે મજબૂત

શિયાળામાં બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે આહારની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે શેકેલા લસણનું સેવન ઔષધીય સમાન ગણવામાં આવે છે. જો આપણે લસણમાં મળતા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તેમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એલિસિન, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને લેવાથી રોગપ્રતિકારક […]

વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો આવા લોટની રોટલી ખાવાના નુકસાન વીશે પણ જાણીલો

મોટાભાગે લગભગ બધાં જ ઘરમાં મહિલાઓ ભોજન તૈયાર કરી લીધા બાદ વધેલા લોટને ફ્રિઝમાં મૂકી દે છે અને સાંજ અથવા બીજા દિવસે સવારે તે વાસી લોટની રોટલી કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. આજે અમે તમને […]

‘મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે, નહીં તો પરિણામ સારું નહીં આવે,’ અમદાવાદમાં 5 વર્ષથી પજવણી કરતા રોમિયો સામે નોંધાઈ ફરિયાદ

મારી સાથે ફ્રેન્ડશીપ (Friendship) કરી લે નહીંતો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી આપનાર યુવક સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Police) ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015થી યુવક સગીરાનો પિછો કરતો હતો. આ અંગે સગીરાના પિતાએ સમજાવતા થોડો સમય યુવક સુધર્યો પણ ફરીથી પિછો […]