સુરતમાં મર્સિડીઝ કારે સાઇકલસવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત થયું, કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારું થયું, 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

સુરત શહેરના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણને અડફેટે લીધા હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતક 32 વર્ષીય નિર્મલ યાદવનો મોતથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સંયુક્ત કુટુંબમાં રહેતો નિર્મલ પરિવારમાં એકલા હાથે ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોતથી આખું પરિવાર નોધારૂં થઈ ગયું છે, જ્યારે 2 પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મૂળ યુપીનો મૃતક નિર્મલ સુરતમાં છેલ્લાં 18 વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતો હતો. ચારભાઈમાં મોટો ભાઈ હતો. નિર્મલને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બે મહિના પહેલાં જ નાના ભાઈની પત્નીનું મૃત્યુ થયું હતું, જેનું 13મું કરી એક મહિના પહેલાં સુરત આવ્યા હતા. નિર્મલ ડ્રાઈવિંગ કરી એકલા હાથે આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમાઉ દીકરાના મોત બાદ આખું પરિવાર નોધારું બન્યો છે.

મોડી રાતે ઉઘના મગદલ્લા રોડ પર બેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઈવરે એક સાઇકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને અડફેટે લીધી અને કારને ટક્કર મારી હતી. કારની અડફેટે ચડેલા સાઇકલસવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ મર્સિડીઝના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોમવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં મર્સિડીઝ કારના ચાલકે ઉધના મગદલ્લા રોડ પર પહેલા દંપતીને ઉડાવ્યા, જેને કારણે ટોળાં ભેગાં થતાં ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતાં તેના ઉપરથી કાર ચઢાવી દેતાં ચાલક ઊછળીને બોનેટ પર પડયો હતો. બોનેટ લઈને મર્સિડીઝ કારનો ચાલક બ્રેડલાઇનર સર્કલ સુધી ભાગ્યો ગયો હતો. જ્યાં તૈનાત ટીઆરબી જવાનો પાછળ દોડતાં બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો.

મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવાચાલક દર્શન વટાણી(30)(રહે,પાર્લે પોઇન્ટ) અને રિક્ષાચાલક અમૂલ કાન્ડે(રહે,બમરોલી)ને અડફેટે લીધા બાદ સાઇકલસવાર નિર્મલ રામઘની યાદવ(32)(રહે,ગણેશકૃપા સોસા,પનાસ)ને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. ચાલકે એક પોલ સાથે અથડાવતાં મર્સિડીઝનો ભુક્કો થતાં એ ત્યાં મૂકી ચાલક ભાગ્યો હતો. આરોપી સુરતમાં તે યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો