રતન ટાટાએ માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું: બીમાર પૂર્વ કર્મચારીને મળવા તેના ઘરે પહોંચ્યા, જોઇને સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા

82 વર્ષના જાણીતા ઉદ્યોગપતિ (Business Man) રતન ટાટા (Ratan Tata) પોતાની માનવતા માટે પણ જાણીતા છે. તેમણે એકવાર ફરી આવી જ માનવતા (Humanity)નું ઉદાહરણ રજૂ કર્યું છે. પોતાના કર્મચારીઓ માટે તેઓ અનેક કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવે છે. આ વખતે તેઓ ખુદ અચાનકથી પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચી ગયા જે અનેક દિવસથી બીમાર હતા. રતન ટાટા મુંબઈથી પુણે પોતાના પૂર્વ કર્મચારીના ખબર-અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

મુલાકાત બિલકુલ વ્યક્તિગત રાખી

હાલમાં જ રતન ટાટા મુંબઈથી પુણે પહોંચ્યા. અહીં તેઓ સીધા પોતાના એક પૂર્વ કર્મચારીના ઘરે પહોંચ્યા. અહીં તેમણે તેમના ખબર-અંતર પૂછ્યા. તેમને માહિતી મળી કે આ કર્મચારી 2 વર્ષથી બીમાર છે તો તેઓ તેના ત્યાં જતા ખુદને રોકી ના શક્યા. રતન ટાટાએ પોતાની આ મુલાકાત બિલકુલ વ્યક્તિગત રાખી. કોઈ પણ મીડિયાવાળાઓને પણ સૂચના આપવામાં આવી નહીં. તેઓ ચુપચાપ પુણેની સોસાયટીમાં પહોંચ્યા અને પોતાના પૂર્વ કર્મચારીને મળ્યા.

રતન ટાટાને જોઇને આ કર્મચારી પણ ચોંકી ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. રતન ટાટા રવિવારના બપોરે 3 વાગ્યે કોથરૂડમાં ગાંધી ભવનની પાસે વુડલેન્ડ સોસાયટીમાં પહોંચ્યા. ટાટા ભીડ વગર અને સુરક્ષા વગર આવ્યા હતા. અહીં તેઓ ઇનામદારના ઘરે પહોંચ્યા અને તેમની સાથે વાતચીત કરી. રતન ટાટા અહીં લગભગ અડધો કલાક રોકાયા. તેમણે ઇનામદારના સારા સ્વાસ્થ્યની કામના કરી અને પાછા આવ્યા.

સોસાયટીમાં રહેનારી અંજલિ પર્ડિકરે જણાવ્યું કે, રતન ટાટા જોવામાં એટલા સહજ હતા કે તેમને જોઇને એવું લાગ્યું કે તેઓ આટલા મોટા ઉદ્યોગપતિ છે. તેમનામાં જરા પણ ઘમંડ નહોતો. સોસાયટીમાં ટાટાની 2 ગાડીઓ દાખલ થઈ. તેમાંથી એક ગાડીમાંથી તેઓ નીચે ઉતર્યા અને સીધા લિફ્ટમાં ઘુસ્યા. તેમને જોઇને લાગ્યું કે તેઓ રતન ટાટા છે. ત્યારબાદ જ્યારે અંજલિએ કર્મચારીઓને પુછ્યું તો જાણવા મળ્યું કે હા, તે રતન ટાટા જ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો