અમદાવાદમાં રૂપિયાની ઉઘરાણી માટે યુવકને માર્યો ઢોર માર, પેન્ટ ઉતારીને આપ્યો વીજ કરન્ટ, વીડિયો પણ ઉતાર્યો

અમદાવાદ શહેરના બોપલ વિસ્તાર (Bopal area)માં રૂપિયાની ઉઘરાણી માટે યુવકની દુકાનમાં ગેરકાયદેસર કબજો કરી, તેને ઢોર માર મારીને વીજ કરંટ આપ્યાનો તેમજ પેન્ટ ઉતરાવીને વીડિયો ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં રહેતા સૌરભ ગુપ્તા (Saurabh Gupta) નામના વ્યક્તિએ બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station)માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 15 ફેબ્રુઆરીના દિવસે […]

અમદાવાદમાં નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, પોલીસની તપાસમાં માનવતાને લજવાડે તેવો ખુલાસો સામે આવ્યો, અનૈતિક સંબંધને છુપાવવા..

અમદાવાદ શહેરના વેજલપુર ગામ (vejalpur village) અને ફતેહવાડી નજીક મળી આવેલી નવજાત બાળકીઓને (girl child abandon) ત્યજી દેવાના કિસ્સામાં પોલીસને મોટી સફળતા મળી છે . પોલીસે બન્ને બાળકીઓના અસલ માતા-પિતાને (Parents) શોધી કાઢ્યા. પરંતુ માનવતાને લજવાડે તેવો ખુલાસો પોલીસની તપાસમાં સામે આવ્યો. અનૈતિક સંબંધમાં (love afair) માં- બાપે જ બાળકીને ત્યજી દીધી. ઘટના એવી છે […]

ટ્રકમાં જોરદાર ટ્રિકથી છૂપાવીને લવાતો હતો પાંચ લાખથી વધુનો દારૂ, મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ (Morbi LCB) રૂ. 5.64 લાખનો 1880 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યા છે. એક ટ્રકમાં રો મટીરીયલની આડમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો. મોરબી એલ.સી.બી. (Local crime branch) દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની […]

સુરતમાં સગાઈના 15 દિવસ બાદ સાસરે આવેલી મૂક-બધિર યુવતી અને મંગેતરની લાશ રહસ્યમય સંજોગોમાં બાથરૂમમાંથી મળતા ચકચાર

સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ […]

સુરત પોલીસે વાનમાં જ કર્યો તોડ, મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જતાં રસ્તામાં 200 રૂપિયા લઈને છોડી મૂક્યા

સુરતમાં (Surat) ડિટેઈન કરાયેલાં આરોપીઓને પોલીસ મથકમાંથી જ કોર્ટમાં લઈ જવાનું કહી પોલીસ વાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યો હતો. સોમવારે બપોરે અમરોલી પોલીસ મથક (Surat Police)ની બહાર જ મોબાઈલમાં શૂટ થયેલો આ વીડિયો ભોગ બનનાર વ્યક્તિએ જ ઉતાર્યો હતો. અમરોલી પોલીસ મથકની બહાર જ […]

23 વર્ષની ઉંમરે પાટડીના માલણપુરની ખેડૂતપુત્રીએ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો

‘મહેનત ઇતની ખામોશી સે કરો કી, સફલતા શોર મચા દે’ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પાટડીના માલણપુરની ખેડૂત પુત્રીએ સરકારી નોકરી કરવાની સાથે 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં રાજ્યમાં અવ્વલ આવી ઇતિહાસ રચ્યો હતો. પાટડી તાલુકાના માલણપુરના ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ […]

હળદરનું અથાણું ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદા, મોસમ બદલાવવાથી નહીં પડો બીમાર, જાણો અને શેર કરો

ખાટુ-મીઠું અથાણુ સૌ કોઇને પસંદ આવે છે. બપોરનું ભોજન અને રાતનું ભોજન ખાટા અથાણા વગર અધૂરું રહે છે. અથાણું ભોજનમાં સ્વાદ ઉમેરવામાં સહાય કરે છે. અથાણાંને લોકો સ્વાસ્થ્ય માટે હાનિકારક માને છે, પરંતુ ડાયેટિશિયન અનુસાર અથાણું ભોજનમાં માત્ર સ્વાદ ઉમેરવા માટે નહીં, સ્વાસ્થ્યને લાભ પણ પ્રદાન કરે છે. અથાણુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તમારી રોગ […]

સુરતમાં નોકરી શોધવા નીકળેલા યુવાનને મળ્યું મોત! રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા પાણીના ટેન્કરે ટક્કર મારતા જિંદગી ઓલવાઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં (Surat) રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા યમરાજ જેવા પાણીના ટેન્કરે (water tanker) આજે ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર પાસે નોકરી શોધવા નીકળેલા યુવાનને ટેન્કર ચાલકે ટક્કર (collision) મારી અડફેટે લઇ લેતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોત થયું હતું. જોકે આ વિસ્તરમાં છાસવારે બનતા અક્સ્માતન લઈને સ્થળ પર લોકો ભેગા […]

અમદાવાદમાં રીક્ષાચાલકે રીક્ષાથી કર્યા ‘ધૂમ સ્ટાઈલ સ્ટંટ’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

સામાન્ય રીતે તમે યુવકોને બાઈક ઉપર ધૂમ સ્ટાઈલમાં બાઈક (Dhoom style bike stunt) સાથે સ્ટંટ કરતા વીડિયો જોયા હશે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક એવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક નહીં પરંતુ એક રીક્ષા ચાલક રીક્ષા દ્વારા સ્ટંટ (Rickshaw Stunt video viral) કરતો દેખાય છે. આ વીડિયો અમદાવાદના (Ahmedabad) ઓઢવ […]

સુરતમાં લગ્ન પ્રસંગમાં વાયરિંગ કામ કરતાં યુવાનને કરંટ લાગતા 6 ફૂટ ઉપરથી પટકાયો, વિધવા માનો એકનો એક સહારો છીનવાયો

સુરત શહેરના છેવાડે આવેલ ગવિયર ગામ ખાતે એક એવી વિચિત્ર ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં ઇલેક્ટ્રિક લાઇન પર વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું. વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ જતા માતા સાથે યુવાન જે મોહલ્લામાં રહેતો હતો, તે મોહલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જોકે પોલીસે […]