સુરત શહેરના છેવાડે આવેલ ગવિયર ગામ ખાતે એક એવી વિચિત્ર ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં ઇલેક્ટ્રિક લાઇન પર વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું. વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ જતા માતા સાથે યુવાન જે મોહલ્લામાં રહેતો હતો, તે મોહલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું, જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના અઠવા લાઇન્સ ઓલપાડી મહોલ્લા ખાતે વિધવા માતા સાથે રહેતો અને પરિવારનો એકનો એક સહારો એવો વિશાલ દિલીપભાઈ પટેલ આમ તો ઇલેક્ટિક વાયરમેન તરીકે કામ કરી પરિવારમાં પોતાનું અને માતાનું ગુજરાન ચલાવતો હતો.
વિશાલ ગતરોજ શહેરના છેવાડે આવેલ ડુમસ નજીકના ગવિયર ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં વીજ લાઇનના થાંભલે કીચડમાં સિડી મૂકી ચાલુ વીજ લાઇન પર કામ કરવા જતા, ઇલેક્ટ્રિક કરંટ લાગતા વિશાલ 6 ફૂટની ઉંચાઈએથી જમીન તરફ પટકાઈ ગયો હતો, જેને લઈ લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી ગઇ હતી. એક ઇલેક્ટ્રિક પોલ પરથી ફેંકાયા બાદ વિશાલ પટકાતા શરીરે ગંભીર ઇજા થવા પામી હતી.
આ સમયે લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો ખાનગી વાહનમાં સારવાર માટે તેને સુરત લાવ્યા હતા. રસ્તામાં વિશાલ કહેતો કે, મને કંઈ જ નથી થયું. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ વાત કરતો હતો. જોકે ઓપરેશન થિયેટરમાં ગયા બાદ મોતને ભેટ્યો હતો.
અજીબો-ગરીબ અકસ્માત બાદ વિશાલના મોતને લઈને તેની વિધવા માતાનો એકનો એક સહારો છીનવાઈ ગયો અને એકનો એક દીકના મોતથી જે મોહલ્લામાં રહેતો હતો તે મોહલ્લામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. ડુમસ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ઘટના બાદ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..