સુરતમાં નોકરી શોધવા નીકળેલા યુવાનને મળ્યું મોત! રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા પાણીના ટેન્કરે ટક્કર મારતા જિંદગી ઓલવાઈ

સુરતના પાંડેસરા વિસ્તારમાં (Surat) રસ્તા પર માતેલા સાંઢની જેમ ફરતા યમરાજ જેવા પાણીના ટેન્કરે (water tanker) આજે ભેસ્તાન સિદ્ધાર્થનગર નહેર પાસે નોકરી શોધવા નીકળેલા યુવાનને ટેન્કર ચાલકે ટક્કર (collision) મારી અડફેટે લઇ લેતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોત થયું હતું. જોકે આ વિસ્તરમાં છાસવારે બનતા અક્સ્માતન લઈને સ્થળ પર લોકો ભેગા થઇ હોબાળો મચાવ્યો હતો અને આક્રોશ વ્યક્ત કરી ટેન્કર ચાલકની ધોલાઈ કરી હતી.

સુરતનો પાંડેસરા વિસ્તાર આમતો ઔદ્યોગિક વિસ્તાર છે .અહીંયા કપડા કલર કરવાની મીલો આવેલી છે અને આ મિલમાં પાણીની જરૂરી હોવાને લઈને આ વિસ્તારમાં અનેક ટેન્કર પાણીનો વેપાર કરે છે જોકે આ ટેન્કરોના આયુષ્ય પૂરા થઈ ગયા બાદ પણ પાંડેસરા વિસ્તારમાં યમરાજની દોડે છે અને છાસવારે લોકોને અડફેટે લેતા હોય છે.

ત્યારે આજે ભેસ્તાન ખાતે આવેલ સિદ્ધાર્થ નગરમાં રહેતા 42 વર્ષીય રોહિત પ્રધાન અગાઉ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતા હતા પણ કોરોનાકાળમા કામ મંદ પડી ગયું હતું. જેથી તે યોગ્ય નોકરીની શોધ કરી રહ્યા હતા.આજે સવારે નોકરી શોધવા માટે નીકળ્યા હતા તે સમયે ભેસ્તાન ખાતે સિદ્ધાર્થનગર ચાર રસ્તા પાસે તે ઉભેલા હતા ત્યારે પાણીના એક પાણીના ટેન્કર બેફામ ગતિએ આવીને આ યુવાને ટકર મારી હતી.

જેને લઈને આ યુવાને ગંભીર ઇજા થઇ હતી જેથી તેને જવા માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા યુવાને સારવાર મળે તે પહેલા તેનું મોટ થઇ ચુક્યું હતું. જોકે બીજી બાજુ આ વિસ્તારમાં પાણીએ ટેન્કર ને લઈને છાસ વારે અકસ્માત થતા હોય છે તેને લઈને બનાવ વાળી જગ્યા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા અને લોકોમાં એટલે હદે રોષ હતો કે લોકોએ ટેન્કર ચાલકને ઝડપી પાડી તેની ધોલાઈ કરી નાખી હતી.

જોકે બનાવની જાણકારી મળતા પોલીસ તાતકાલિક બનાવ વળી જગ્યા પર પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી પાણીના ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. જોકે મરનાર યુવાન ઓડિયા સમાજનો હોવાથી સમાજના આગેવાન પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવ્યા હતા અને મૃતકના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો