ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી, વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજિયાત, તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે
ગુજરાતમાં તબક્કાવાર શાળા-કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે. […]