કેરળમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં 19 વર્ષીય યુવતી અને એક પાંચ વર્ષના બાળકનું ભૂલથી ઝેર મિશ્રિત આઇસક્રીમ (Poison-laced ice cream) ખાવાથી મોત થયું છે. આ બનાવ 11મી ફેબ્રુઆરીનો છે. કેરળના કાસરગોડ જિલ્લામાં આ બનાવ બન્યો છે. જેમાં ચાર વર્ષના અદ્વેતનું ગત શુક્રવારે હૉસ્પિટલ (Hospital)માં સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં હવે 19 વર્ષીય દ્રીશ્યાનું પણ નિધન થયું છે. પોલીસનું કહેવું છે કે, 28 વર્ષીય વર્ષાએ આપઘાત (Suicide) કરવા માટે આઇસક્રીમમાં ઝેર ભેળવ્યું હતું. આ આઇસક્રીમ તેનો ચાર વર્ષીય પુત્ર અદ્વેત અને 19 વર્ષીય બહેન દ્રીશ્યા ભૂલથી આરોગી લીધો હતો. જે બાદમાં બંનેની તબીયત લથડી હતી.
જે બાદમાં વર્ષાને કોઝીકોડે અને દ્રીશ્યાને પરિયારમ ખાતે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, વર્ષાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 11મી ફેબ્રુઆરીના રોજ તેણીએ આપઘાત કરવા માટે આઇસક્રીમમાં ઝેર ભેળવ્યું હતું. વર્ષાના નિવેદન પ્રમાણે આઇસક્રીમમં ઝેર ભેળવ્યા બાદ સારું લાગી રહ્યું ન હોવાથી તેણી ઊંઘી ગઈ હતી. વર્ષા જ્યારે ઊંઘમાંથી જાગી ત્યારે તેણીએ જોયું ત્યારે ટેબલ પર રાખેલા આઇસક્રીમના બે ડબ્બા ગુમ હતા. આ આઇસક્રીમ તેના બે બાળક ચાર વર્ષીય અદ્વેત અને બે વર્ષીય નિશાન તેમજ તેની બહેન દ્રીશ્યા આરોગી ગયા હતા. જોકે, કોઈને કોઈ લક્ષણનો ન જણાતા વર્ષાએ આઇસક્રીમમાં ઝેર હોવા બાબતે કોઈને જણાવ્યું ન હતું.
ચાર વર્ષીય અદ્વેતે ટેબલ પર આઇસક્રીમના ડબ્બા પડેલો જોઈને તેને તેની બે વર્ષની બહેન અને 19 વર્ષીય માસીને ખાવા માટે આપ્યો હતો. પોતે પણ ડબ્બામાંથી આઇસક્રીમ ખાધો હતો.
બીજા દિવસે અદ્વેતને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અદ્વેત બાદ વર્ષાની નાની બહેન દ્રીશ્યાને પણ ઉલટી થવા લાગી હતી. જે બાદમાં તેણીને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન હવે તેનું પણ મોત થયું છે. વર્ષા તેની બે બહેન, માતા અને બે બાળકો સાથે રહેતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends.