જામનગરમાં સબંધોના ખૂનનો ચકચારી કિસ્સો સામે આવ્યો: દીકરીને મળવા આવેલા પિતાની જમાઈએ હત્યા કરી નાખી

જામનગર શહેર (Jamnagar Citi)માં સબંધોના ખૂનનો એક ચકચારજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં જામનગર શહેરના તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટ (Srinathji Apartment)ના પાર્કિગ (Parking)માં જમાઈ (Son-in-law)એ ઈંટોના ઘા ઝીંકીને સસરા (Father-in-law)ની હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad)માં પુત્રના મકાનના વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા કાલાવડ (Kalavad)થી દીકરી (Daughter)ના ઘરે આવેલા RSS સાથે સંકળાયેલા વિજયભાઈ ભટ્ટ (Vijaybhai Bhatt)ની હત્યાથી ભારે ચકચાર મચી જવા પામી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નં.12ના છેડે તળાવની પાળ સામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજયભાઇ બી. ભટ્ટ પોતાની દીકરી ફાલ્ગુનીબેનના ઘરે પોતાના દીકરા સચિનભાઇના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે આવેલ હતા. જ્યાં આરોપી તેમના જમાઇ મનિષભાઇ સુરેશચંદ્ર જાની સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર નહોતો. જેથી મનીષે તેની પત્નિ ફાલ્ગુનીબેનને વાસ્તુના પ્રંસંગમાં જવા દેવા ન માંગતા હોવાથી જે બાબતે આરોપી મનિષભાઇ જાનીએ વિજયભાઇ ભાનુશકંરભાઇ ભટ્ટ સાથે બોલાચાલી કરી માથાના ભાગે ઇંટના ઘા મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોચાડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માથાના ભાગે ઇંટોના આડેધડ ઘા ઝીંકી દેવાતા તેઓ ઘટનાસ્થળ પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. જયારે જમાઇને પણ ઇજા થયાનુ બહાર આવ્યુ છે.

આ ઘટનાના પગલે પરીવારજનો સહિત આજુબાજુના લોકો અને જામનગર ભાજપના શહેર પ્રમુખ, સાંસદ, બંને રાજ્ય મંત્રી સહિતના આગેવાનો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. કોઇએ 108ની ટીમને જાણ કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જે બાદ સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સસરાની હત્યા કરનાર જમાઈ મનીષ જાની સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો આ આરોપીને કોરોના ટેસ્ટ માટે ખસેડવામાં આવ્યો છે અને તેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો