મુંબઈમાં વીજળી કંપનીની ઘોર બેદરકારી: 80 વર્ષીય વૃદ્ધને 80 કરોડનું બિલ મોકલ્યું; કરોડોનું બિલ જોતાં જ આઘાત લાગ્યો, વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

મુંબઈના વસઇ વિસ્તારમાં રહેતા એક 80 વર્ષીય વૃદ્ધને વીજળી ખાતાએ 80 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું છે. ખાસ વાત તે છે કે આ બિલ માત્ર બે મહીનાનું જ છે. કરોડોનું વીજળી બિલને જોતાજ વૃદ્ધનું બ્લડપ્રેસર વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

મુંબઈના વસઇમાં રહેતા ગણપત નાઇકની તબિયત ખરાબ થયા બાદ તેમનો પરિવાર આઘાતમાં છે. મૂંબઈમાં ઇલેક્ટ્રીસિટી સપલાઈ કંપની MSEDCLની તરફથી 80 કરોડ 13 લાખ 89 હજાર 6 રૂપિયાનું બિલ મોકલવામાં આવ્યું છે. નાઇક પરિવાર વસઇમાં છેલ્લા 20 વર્ષથી એક રાઈસ મિલ ચલાવે છે. કોરોનાની મહામારીમાં લોક ડાઉન ના કારણે તેમનો ધંધો ખાતાં થઈ ગયો છે. એવામાં કરોડોનું મસમોટું વીજળી બિલ બાદ પરિવારને તો કંઇપણ સમજી શકતો જ નથી કે હવે આગળ તે શું કરશે.

પહેલા દર મહિને 54 હજારનું બિલ આવતું હતું

ગણપત નાઇકનું કહેવું છે કે વીજળી વિભાગ આવું કૈ રીતે કરી શકે છે. બિલ મોકલતા પહેલા તેઓ શું મીટરની તપાસ કરતા નથી? આ રીતે કોઈને ખોટું બિલ કેવી રીતે મોકલી શકે છે? દર મહિનાના હિસાબે અત્યાર સુધીમાં મહત્તમ વીજળીનું બિલ 54 હજાર આવ્યું છે. લોકડાઉન દરમિયાન મિલ ઘણા મહિનાઓથી બંધ હતી, આ છતાં બે મહિના (ડિસેમ્બર અને જાન્યુઆરી) સુધીનું આટલું બિલ કેવી રીતે આવી શકે છે.

તો આ તરફ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડ (MSEDCL)એ બુધવારે કહ્યું હતું કે એક અજાણતા ભૂલ થઈ હતી અને બિલ જલ્દીથી જ સુધારવામાં આવશે. MSEDCLના એડિશનલએક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરેન્દ્ર મૂંગારે કહ્યું કે આ ગડબડી વીજળી મીટરના રીડિંગ લેનારી કંપની તરફથી થઈ છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ 6 ના બદલે 9 આંકનું બિલ બનાવી નાંખ્યું હતું.

વીજળીના સતત વધતાં બિલને મુદ્દો બનાવીને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) છેલ્લા કેટલાક મહીનાથી આંદોલન કરી રહ્યું છે. મુંબઈ, પુણે અને ઓરંગાબાદમાં મનસેના કાર્યકરોએ ગત દિવસો દરમિયાન તોડફોડ પણ કરી હતી. એવામાં એક વખત ફરી આટલું મોટું બિલ તે સાબિત કરે છે કે બિલ બનાવવામાં ક્યાંક ને ક્યાંક ખામી આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો