ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઘણાં મોટાં રાજ્યોમાં યુવાનો ઘણી મોટી ડીગ્રી લે તો પણ કોઈ યોગ્ય નોકરી મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આ જ સ્થિતિ હરિયાણાના નવયુવાનોની પણ છે. અહીં ઉચ્ચ ડીગ્રી મેળવ્યા પછી પણ યુવકોએ નાની નોકરી મેળવવા માટે અરજી કરવી પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં 8 ધોરણ પાસની પ્યૂનની સરકારી નોકરી માટે હજારો બીટેક, એમટેકના યુવકોએ અરજી કરી હતી.
જ્યાં નવયુવકોના ખભા પર ભારતનું ભવિષ્ય હોવાની વાત કરીને રાજનેતાઓ સત્તા મેળવી રહ્યા છે ત્યાં નવયુવકની મૂળ તસવીર ખૂબ અલગ છે. તાજેતરમાં જ આઠમું પાસ યોગ્યતાવાળા પ્યૂનની ગ્રુપ ડી નોકરીની જાહેરાત બહાર પડી હતી. એ માટે ઘણા બીએ, એમએ, બીટેક પાસ નવયુવકોએ અરજી કરી હતી અને કલાકો સુધી લાઈનમાં બેસીને ઈન્ટરવ્યુ આપ્યા હતા.
હકીકતમાં હરિયાણામાં પાનીપત કોર્ટમાં પ્યૂન માટે 13 જગ્યા નીકળી હતી. 13 પદ માટે 27 હજાર યુવા ઈન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા, એટલે કે એક પદ માટે એવરેજ 2076 યુવકો સંઘર્ષ કરવા પહોંચ્યા હતા. દેશમાં દર વર્ષે 15 લાખ યુવકો એન્જિનિયરની ડીગ્રી મેળવે છે, પરંતુ દાવો છે કે 2.5 લાખ લોકોને જ યોગ્ય નોકરી મળી શકે છે.
દરેક રાજ્યની લગભગ આવી જ તસવીર છે. યુવકો તેમની યોગ્યતા કરતાં ખૂબ ઓછા સ્તરની નોકરી કરવા માટે પણ તૈયાર હોય છે, કારણ કે સરકારી ભરતીઓ આવતી જ નથી. પરીક્ષાઓ સમયસર નથી થતી અને રિઝલ્ટ અટકી જાય છે. જો પરિણામ આવે તો કોર્ટ કેસને કારણે ભરતી અટકી જાય છે. બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. હકીકત એવી છે કે બેરોજગારો વધારે છે અને નોકરીઓ ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..