કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું, પ્રગતીશીલ ખેડૂત તરીકે થયા છે સન્માનિત
ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી વિદેશ મોકલી કમાણી કરે છે. તેમણે ખેતી કરવાનું વિચાર્યુ પરંતુ જમીન પર જંગલી બાવળો હતા. […]