ગુજરાતમાં બનશે ‘ઉડતી કાર’, નેધરલેન્ડની કંપની 2021માં શરૂ કરશે ઉત્પાદન, જુઓ કેવી હશે આ કાર

વિશ્વની પહેલી ઊડતી કાર બનાવતી નેધરલેન્ડની કંપની PAL-Vનાં અધિકારીઓએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. અને આ મુલાકાત દરમિયાન સીએમ રૂપાણીની હાજરીમાં PAL-V કંપની અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ થયા હતા. નેધરલેન્ડની આ કંપની ગુજરાતમાં ફ્લાઈંગ કારનું ઉત્પાદન કરશે. 2021માં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાનું કંપનીનું લક્ષ્યાંક છે.

શરૂઆતમાં કાર બ્રિટેન, યુરોપ અને ઉત્તરી અમેરિકામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે ભારતમાં આનો પ્લાન હોવાની ખબરો વચ્ચે એશિયાના શહેરોમાં પણ તેના ઉપલબ્ધ થવાની આશા છે. કિંમતની વાત કરીએ તો કંપની મુજબ ફ્લાઇંગ કારની શરૂઆતી કિંમત ભારતીય ચલણમાં લગભગ 3 કરોડ રૂપિયા હશે. કંપની અત્યાર સુધી 3.20 લાખ પોઉન્ડ(લગભગ 3 કરોડ રૂપિયા) કિંમત પર ફ્લાઇંગ કારોની પ્રી-બુકિંગ કરી છે.

ફલાઈંગ કારની ખાસિયતો શું હશે ?

તેમણે ફલાઇંગ કારની ગતિ અને સંચાલનની વિગતો આપતાં મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, જ્યારે કાર લેન્ડ થશે ત્યારે એક એન્જીન કાર્યરત રહેશે. જેના પરિણામે કલાકના ૧૬૦ કિ.મી.ની ઝડપ આ ફલાઇંગ કારની હશે, જ્યારે આ કાર પ્લેનની જેમ હવામાં તરતી હશે ત્યારે તેના બેય એન્જીન કામ કરતા હોવાને કારણે કલાકના ૧૮૦ કિ.મી.ની ઝડપે તે ઊડશે. આ ફલાઇંગ કારની ખાસિયત એ છે કે માત્ર ૩ મિનિટમાં જ તે રોડ પર દોડતી કારમાંથી ફલાઇંગ કાર – હવામાં ઉડતી કારની ગતિ પકડી લેશે અને પ૦૦ કિ.મી.ની સફર એકવાર ફૂલ ટેન્ક ઇંધણથી કરી શકશે.

ગુજરાત સરકારની પ્રતિક્રિયા શું છે ?

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ, આ ફલાઇંગ કારના ઉત્પાદન એકમ માટે ગુજરાતની પસંદગી ‘ન્યૂ ઇન્ડીયા’ના નિર્માણની દિશામાં એક આગવી સિદ્ધિ બનશે, તેવી અપેક્ષા સાથે આ નવતર સાહસને રાજ્ય સરકારના પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ MoU વેળાએ ઊદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને ઔદ્યોગિક ઉત્પાદનો-નિકાસમાં અવ્વલ છે તેમાં આ ફલાઇંગ કાર્સનો પ્રોડકશન પ્લાન્ટ નવા કિર્તીમાન અપાવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો