સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતો. ત્યારે ચિત્રા પ્રેસ ક્વાટર રોડ પાસે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇકમાં પાછળ બેસેલા માતા હિરલબેન (ઉ.વ.25) તથા પુત્ર દર્શન (10 માસ) ફંગોળાઇ જતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પરંતુ સારવાર દરમિયાન માતા-પુત્રના મોત નીપજ્યું હતું. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યાવાહી કરી અકસ્માત કરી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિંહોર ટ્રાફિક પોલીસના પરિવારને અકસ્માત નડ્યો
બનાવ અંગે મળતી વિગત મુજબ સિહોરમાં સ્વસ્તીક સોસાયટી-2, ગેસ્ટ હાઉસ સામે રહેતા અને સિહોર ટ્રાફીક બ્રિગેડમાં નોકરી કરતા જીતેન્દ્રભાઇ મુકેશભાઇ ચૌહાણ તેની પત્ની હિરલબેન (ઉ.વ.25) તથા પુત્ર દર્શન (10 માસ) સાથે ભાવનગર ખરીદી કરવા આવ્યા હતા. ખરીદી કરી તે સિહોર પરત જતા હતા ત્યારે પ્રેસ ક્વાટર પાસે પાછળથી બેફીકરાઇથી અને પૂરઝડપે આવી રહેલ ટ્રક નં.GJ-09-X-7410એ તેને અડફેટે લઇ ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે બાઇકમાં સવાર જીતેન્દ્રભાઇ તથા તેના પત્ની અને બાળક રોડ પર ફંગોળાઇ ગયા હતા. અને તેના પત્ની બેભાન હાલતે રોડ પર પડ્યા હતા જ્યારે તેના પુત્ર દર્શનને માથાના ભાગે ગંભીર ઇજા થતા જીતેન્દ્રભાઇ તેને રિક્ષામાં સારવાર્થે હોસ્પિટલ લઇ ગયા હતા અને તેના પત્નીને 108 મારફતે સારવાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્ને માતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા.
લગ્ન જીવનના 8 વર્ષ બાદ પુત્ર થયેલો
બનાવ અંગે લોક મુખે ચર્ચાય રહ્યું હતું કે જીતેન્દ્રભાઇએ લગ્ન જીવનના 8 વર્ષ બાદ પુત્ર થવા પામ્યો હતો અને અકસ્માતમાં તે પુત્ર તથા તેની પત્ની મૃત્યુ પામતા જીતેન્દ્રભાઇ તથા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..