કુદરત, નસીબ અને શારિરીક તકલીફને પડકારતા લતાબેન પટેલે ક્ષારયુક્ત જમીનમાં સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું, પ્રગતીશીલ ખેડૂત તરીકે થયા છે સન્માનિત

ઓલપાડ તાલુકાના છેવાડાનું મંદરોઈ ગામ અરબી સમુદ્ર નજીક હોવાથી અહીની મોટા ભાગની જમીનો બંજર છે. લતાબહેન પટેલને વારસામાં મળેલી 12 વીંઘા જમીન કે જેમાં ક્ષાર હોવાથી તે બંજર હતી. એક દિવસ લતાબહેને છાપામાં વાંચ્યું કે કચ્છનો ખેડૂત રણમાં કેરી ઉગાડી વિદેશ મોકલી કમાણી કરે છે. તેમણે ખેતી કરવાનું વિચાર્યુ પરંતુ જમીન પર જંગલી બાવળો હતા. વડીલોએ જમીનમાં કઈ ઉગે નહી કહેવા છતાં વાત ન સાંભળી હતી. ક્ષારયુક્ત જમીનમાં શાકભાજી, ધાન્ય, કઠોળની સફળ ખેતી કરી સફળ થયા છે.

સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું

લતાબહેને ખેતી કરવાની જીદ પકડી તજજ્ઞોની સલાહ લેવા સાથે ખેતર ખેડાવ્યું અને પ્રથમવાર જુવાર અને ડાંગર કર્યુ પણ કશુ થયું નહી. બીજા બે વર્ષે પણ પાક નાશ થતા 3 વર્ષમાં 4થી 5 લાખની નુકશાની કરી હતી. લતાબહેને સરકારી સહાયથી પાણીની સવલત માટે તલાવડી બનાવી સિંચાઈની સગવડ ઉભી કરી લોકોનો સંપર્ક કરી જૈવીક ખેતી અપનાવી ગૌમૂત્ર અને છાણથી ખેતી કરી ક્ષારયુક્ત જમીનમાં શાકભાજી, ધાન્ય, કઠોળ ની સફળ ખેતી કરી મીઠામાં સોનું પકવી બતાવ્યું છે.

મુખ્યમંત્રી હસ્તે પ્રગતીશીલ ખેડૂત તરીકે સન્માનિત

પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી ક્ષારયુક્ત જમીનમાં પ્રાણ ફૂકવાનું સાહસ કરનારી ગુજરાતની મહિલા ખેડૂત લતાબેનને રાજ્યનાં માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રગતીસિલ ખેડૂત તરીકે સન્માનિત કર્યા છે. આટલુ જ નહીં પણ રાજ્યના માજી વનમંત્રી મંગુભાઈ પટેલે રવિ કૃષિ મેળામાં 36000નું પુરસ્કાર આપ્યું હતું. જ્યારે મહિલા ઉત્કુર્ષ કાર્યક્રમમાં પણ તેમને અવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

ગૌ મૂત્ર અને છાણ માંથી વિવિધ ચીજ વસ્તુ બનાવી ગૃહઉદ્યોગ કાર્યરત કર્યો

લતાબહેન પાસે 50થી વધુ ગાય છે તે તમામના ગૌમૂત્ર અને છાણથી ઓર્ગેનિક ખાતર બનાવી ઉપયોગમાં લે છે. ગૌ મૂત્ર અને છાણમાંથી આયુર્વેદિક દવા સાથે સાબુ અને ધૂપ તથા અન્યચીજ થકી ગૃહ ઉદ્યોગ પણ કાર્યરત કર્યો છે.

શાકભાજી અને દૂધનું વેચાણ પણ જાતે જ કરે છે

ખેતરમાં થયેલી શાકભાજીનું ખુદ સુરતમાં માર્કેટિંગ કરી છૂટક વેચાણ કરી બજાર ભાવથી મોટી કમાણી કરે છે. આટલુ જ નહી્ પણ તબેલામાં થતું દૂધનું વેચાણ પણ જાતે જ કરે છે. ચોંકાવનારી બાબત તો એ કે મહિલા હોવા છતાં જાતે ટ્રેક્ટર ચલાવી ખેતરમાં ખેડાણ સાથે બીજા કામો કરી મજુરી બચાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો