રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટના મોરબી રોડ પર એક પતિ-પત્નીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેની પત્ની પ્રભાબેને પોતાની જિંદગી ટૂંકાવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પોલીસે ઘરમાં જઈને જોયું તો તેમના હોંશ ઉડી ગયા હતા. ઈમિટેશનના વેપારી અશોકભાઇનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો હતો, તો તેમની પત્નીનો મૃતદેહ બહાર હતો. હાલ પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનામાં બન્ને પતિ-પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા મળી શક્યું નથી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટના મોરબી રોડ પર રાજમોતી સોસાયટી આવેલી છે. ત્યાં ઈમિટેશનના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ પાંભર અને તેમની પત્ની પ્રભાબેન પાંભરે કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા પાછળનું કારણ પોલીસે આર્થિક સંકળામણ આપ્યું છે. હાલ તો પોલીસ પણ ચોક્કસ કારણ જાણવા ઘરની ઝીણામાં ઝીણી વિગતોની તપાસ કરી રહી છે સાથે સ્થાનિક પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, જે જગ્યાએ બન્ને જણાંએ આત્મહત્યા કરી ત્યાં ઘરનાં રૂમમાંથી કાતર, ચપ્પુ, પાણી ભરેલી ડોલ, ગ્લાસ, ઝેરી દવા જેવી વસ્તુઓ મળી આવી છે. અને તેના થોડાક જ અંતરમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. જ્યારે પતિ અશોક પાંભરનો મૃતદેહ બાથરૂમમાં પડ્યો છે. જોકે, આ દંપતીના ઘરમાંથી કોઇજ સ્યૂસાઇડ નોટ મળી આવી નથી. હાલ તેમના આપઘાત પાછળનાં ચોક્કસ કારણ અંગે તપાસ થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..