Browsing category

સમાચાર

કોરોનાને મ્હાત આપીને સુરતી ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી, ગરીબોને કોરોનાની નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા કરી

રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન સામગ્રીનો પણ અભાવ છે. જેથી કોરોના વાઇરસના ચેપ લાગેલા એક દર્દીએ આ બધી બાબતોનું […]

હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે 50થી 60 ટકા વસ્તીમાં કોવિડ-19નો સામનો કરવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા હોવી જોઈએ

કોવિડ-19ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં લાંબો સમય લાગશે, રસી આવ્યા પછી તે ઝડપથી વિકસિત થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે આ ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો સતત વેક્સીન તૈયાર કરવામાં રોકાયેલા છે. કોવિડ-19થી રાહત આવતા વર્ષે અથવા તેના પછી જ શક્ય છે. આ દરમિયાન કોરોનાથી થતા […]

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીએ યુવતીને કાર વડે ઠોકર મારીને કહ્યું ‘ વિજય રૂપાણી મારા માસા છે’

શહેરના નિર્મલા રોડ પર સાઇક્લિંગ કરી રહેલી યુવતીને કારની ઠોકરે લઇ મેડિકલના વિદ્યાર્થીએ ધમાલ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે તેમ કહી યુવતીને ગાળો ભાંડી હતી. ધમાલનો વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને મુખ્યમંત્રીનું નામ વટાવનાર મેડિકલના વિદ્યાર્થીને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી […]

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળીને 271 સિક્યુરિટી ગાર્ડ કોરોના સામેના જંગમાં અમુલ્ય યોગદાન આપી રહ્યા છે

કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જેમાંથી 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં સતત આઠ કલાક PPE કીટ પહેરીને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલના કોરોના વોરિયર કહી શકાય […]

સપ્તાહમાં માત્ર 2 વાર પી લો આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક, રોગોથી બચીને રહેશો, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે અને સતત તેનું સંક્રમણ વધી રહ્યું છે એવામાં જરૂરી છે કે, આપણી ઈમ્યૂનિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને આ ચેપથી બચી શકાય છે. એવામાં જો તમે અહીં જણાવેલી સરળ રેસિપીથી સપ્તાહમાં બેવાર ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક પીવો અને તમારા પરિવારજનોને […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં અનોખો વિરોધ, 70 સિક્યુરિટીનું 4 કલાક ‘વિશ્રામ’

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં રોષે ભરાયા હતાં. શુક્રવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ એસઓયુ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ આશ્વાસન આપ્યા બાદ સાંજે જવાનોને એક મહિનાનો પગાર ચૂકવી દેવાયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

1 ઓક્ટોબરથી મીઠાઈના પેકેટ પર ઉત્પાદન અને ઉપયોગની તારીખ લખવી ફરજિયાત, આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને કાર્યવાહી પણ થશે

મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને દુકાન પર તાળા મારવા સુધીની કાર્યવાહી પણ થઈ શકશે. લેટેસ્ટ […]

400 વર્ષ જૂના વૃક્ષને કપાતું બચાવવા માટે મહારાષ્ટ્રના સાંગલીમાં ગામના લોકો વૃક્ષને ભેટી પડ્યા, હવે તેના માટે હાઈવેનો નકશો બદલાશે

મહારાષ્ટ્રના સાંગલીના ભોસે ગામના લોકોએ 400 વર્ષ જૂના વડના વૃક્ષને કાપવાથી બચાવ્યું છે. વડનું આ વૃક્ષ સ્ટેટ હાઈવેની વચ્ચે આવી રહ્યું હતું. ગામના લોકોને ખબર પડી તો ગામના લોકો વૃક્ષને ઘેરીને ઊભા થઈ ગયા અને ચિપકો આંદોલન શરૂ કરી દીધું. આ સમાચાર કેન્દ્ર સુધી પહોંચ્યા તો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને રસ્તાનો નકશો બદલવાનો નિર્ણય કરવો […]

એક્ટર સોનુ સૂદે 135 વિદ્યાર્થીઓને પ્લેન બુક કરાવી કિર્ગિઝસ્તાનથી કાશી પહોંચાડ્યા

કોરોના મહામારીમાં માત્ર દેશ જ નહિ પણ દુનિયાભરમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો પ્રવાસીઓને સોનુ સૂદ મદદ કરી રહ્યો છે. તેણે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સ્પાઈસ જેટ એરલાઈનનું વિમાન બુક કરાવ્યું. મધ્ય એશિયામાં આવેલા કિર્ગિઝસ્તાન દેશની રાજધાની બિશ્કેક સ્થિત માનસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શેડ્યુલ પ્રમાણે વિમાન પહોંચી ગયું હતું. ગુરુવારે બપોરે 3:50 વાગ્યે 135 વિદ્યાર્થીઓ સાથે […]

જુનાગઢ બાદ હવે ભુજમાં પણ દંડ ફટકારવાને બદલે પોલીસે લોકોને માસ્ક પહેરાવ્યા

નોવેલ કોરોના કોવિડ-19 વાયરસના કહેર કાબુમાં રાખવા પશ્ચિમ કચ્છમાં માસ્ક વગર ઘરની બહાર નીકળતા લોકોને દંડ ફટકારવાના બદલે માસ્ક પહેરાવી પોલીસે નવતર પ્રયોગ કરી સરાહનીય કામગીરી કરી હતી. શુક્રવારે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા ભુજ શહેર અને તાલુકાના ગામોમાં પોલીસની વિવિધ ટીમો બનાવીને માસ્ક પહેર્યા વગરના ઘરની બહાર નીકળેલા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્ક […]