Browsing category

સમાચાર

શાકભાજી વેચનાર મહિલાએ અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરતા અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ

કોરોનાકાળમાં લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શાકભાજી વેચતી મહિલા તંત્રના અધિકારીઓને અંગ્રેજીમાં જ સણસણતો જવાબ આપે છે. આ મહિલા તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઈન્દોરમાં […]

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા એસટી તથા ખાનગી બસ 10 દિવસ માટે બંધ

કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવશે. આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન, ગૂડઝ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે. લેટેસ્ટ […]

‘કઈંક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’, તેવો વીડિયો બનાવનાર રત્નકલાકારનું કોરોનાથી મોત થતા હાહાકાર

સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે આ વીડિયોમાં આ રત્નકલાકર કહે છે કે, કૈક કરો નહીંતર હું અહીંયા મરી જઈશ. તે રત્નકલાકરનું આજે કોરોના સારવાર દરમિયાન મોત થયું છે, જોકે સવારે […]

સ્વાસ્થ્ય વિભાગની વ્યવસ્થા પર સવાલો ઉભા કરતી ઘટના: હોસ્પિટલમાં ઝાડ નીચે 12 કલાક પતિને લઈને બેસી રહી મહિલા, પૈસા નહોતા તો ફોર્મ ન ભરાયું, સારવારની રાહમાં થયું મોત

મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની વ્યવસ્થા પર આ ઘટનાએ ફરી સવાલો ઊભા કર્યા છે. આ ઘટના ગુનાની જિલ્લા હોસ્પિટલની છે. અહીંયા એક પત્ની તેના અઢી વર્ષના બાળક સાથે બિમાર પતિને 12 કલાક સુધી સારવાર માટે હેરાન થતા જોઈ રહી હતી. આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડતી રહી, પણ એક પણ વ્યક્તિ મદદ માટે સામે ન આવી. છેલ્લે […]

ગુજરાતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું

રાજ્યમાં વધુ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. સુરતમાં કોરોનાની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું છે. બાંગ્લાદેશથી અગરતલા, કલકત્તા અને ત્યાંથી અમદાવાદ ઇન્જેક્શન લાવવમાં આવતા હતા. 4200 રૂપિયાના નકલી રેમડેસિવીર ઇન્જેક્શન 18 હજારથી 25 હજાર વેચવામાં આવતા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના વેપારી પાસે ઈમ્પોર્ટનું લાયસન્સ ન […]

જૂનાગઢમાં નવતર પ્રયોગ: પોલીસે ગરીબો પાસેથી દંડ વસુલવાને બદલે માસ્ક પહેરાવ્યા

જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ પર ચેકીંગ કરી માસ્ક વગર ફરતા લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસુલવામાં આવે છે. પરંતુ ગુરૂવારે નવતર પ્રયોગ કરી જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને પોલીસે જાતે માસ્ક પહેરાવ્યા હતા અને બહાર […]

કોરોનાની મહામારીમાં તમે તમારા કર્મચારીઓ છુટા કરો છો, શું આ જ તમારી નૈતિકતા છે? માત્ર નફા માટે બિઝનેસ નથી થતોઃ રતન ટાટા

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કોવિડ-19 રોગચાળાને કારણે થતી છટણી અંગે ટાટા જૂથના માર્ગદર્શક રતન ટાટાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસના મુશ્કેલ સમયમાં લોકો પ્રત્યે કંપનીઓની જવાબદારી છે. તેમણે યોર સ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો અને કંપનીઓ માટે લાંબા સમય સુધી કામ કરવા અને સારું પ્રદર્શન કરવા માટે કર્મચારીઓ પ્રત્યે […]

માઠા સમાચાર: ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 3 બાળકો સહિત 4ના ડુબી જવાથી મોત

દ્દવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત અનુસાર આજે સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: 24 કલાકમાં 1068 કોરોનાના કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 53,631અને મૃત્યુઆંક 2283 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો […]

તમે હાઈવે પર જતા હોય અને ‘સ્વરૂપવાન – નખરાળી’ યુવતીઓ જોવો તો ચેતજો, અહીંથી ઝડપાઈ 9 યુવતીઓની ટોળકી

તમે માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હો અને સુંદર વસ્ત્રો પહેરેલી યુવતીઓની ટોળકી મળે તો ચેતી જજો. કારણ કે, હાલ સાબરકાંઠામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠામાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી ઝડપાઈ છે. યુવતીઓની ટોળકીમાં સ્વરૂપવાન અને જાણે વિદેશી મહિલાઓ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. જ્યારે આ યુવતીઓની ટોળકી ઝડપાઈ ત્યારે યુવતીઓ […]