મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની વ્યવસ્થા પર આ ઘટનાએ ફરી સવાલો ઊભા કર્યા છે. આ ઘટના ગુનાની જિલ્લા હોસ્પિટલની છે. અહીંયા એક પત્ની તેના અઢી વર્ષના બાળક સાથે બિમાર પતિને 12 કલાક સુધી સારવાર માટે હેરાન થતા જોઈ રહી હતી. આસપાસના લોકોને મદદ માટે બૂમો પાડતી રહી, પણ એક પણ વ્યક્તિ મદદ માટે સામે ન આવી. છેલ્લે તેના પતિનું મોત થઈ ગયું. મહિલા પતિની સારવાર કરવવા માટે અશોકનગરથી આવી હતી. સાથે જ હોસ્પિટલ સંચાલને કહ્યું કે મહિલા ફોર્મ ભરવા માટે કાઉન્ટર પર જ નહોતી આવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અશોકનગરની શંકર કોલોનીની રહેવાસી આરતી રજક તેના પતિ સુનીલ ધાકડને બુધવારે સાંજે 6 વાગ્યે હોસ્પિટલ લઈને આવી હતી. મહિલાએ ભાસ્કરને જણાવ્યું કે, તેની પાસે પૈસા ન હતા, એટલા માટે કાઉન્ટર પર ફોર્મ ભરવાની ના પાડી દીધી અને બીજું કાઉન્ટર ખુલે ત્યાં સુધી બહાર બેસવા માટે કહી દીધું.
મહિલાએ જણાવ્યું કે, તે ગુરુવારે સવારે ફરી કાઉન્ટર પર ગઈ ત્યારે પણ તેને એવું કહીને પાછી મોકલી દેવાઈ કે બહાર વાળું કાઉન્ટર ખુલે ત્યારે કાગળીયા થશે. સવારે લગભગ 8 વાગ્યે તેના પતિએ અંતિમ શ્વાસ લીધા. મહિલાના પતિને જીવતા જીવ તો સ્ટ્રેચર નસીબ ન થયું પણ હોસ્પિટલ સંચાલને લાશ મર્યા પછી સ્ટ્રેચર પર રાખી દીધી.
વીડિયોમાં મહિલા કાઉન્ટર પર ગઈ હોવાનો પુરાવો
અમે ત્યાં હાજર રાધૌગઢના રઈસ ખાન સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, કાઉન્ટર પર આ મહિલા ગઈ હતી પણ તેના કાગળીયા ન બનાવાયા. તેના વીડિયો ભાસ્કર પાસે છે. હોસ્પિટલ મેનેજમેન્ટે જ્યારે યુવકની ઓળખ કરાવી તો તેને કાઉન્ટર પર હાજર યુવકને ઓળખી લીધો. ક્લેક્ટરે આ આખા કેસ અંગે સિવિલ સર્જન પાસે 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો છે.
કાઉન્ટર પર નહોતી આવી મહિલાઃ સિવિલ સર્જન
સિવિલ સર્જન ડો. એસકે શ્રીવાસ્તવનું કહેવું છે કે મહિલા હોસ્પિટલના કાઉન્ટર પર નહોતી આવી, તે બહાર બેસી રહી હતી. પતિ ટીબીનો દર્દી હતો અને તેને અન્ય ઘણી બિમારી પણ હતી. તેની પર સવાલ ઊઠે કે જો મહિલા અઢી વર્ષના બાળક સાથે પતિને 45 કિમી દૂર હોસ્પિટલ લાવી શકતી હોય તો તે ફોર્મ ભરવા માટે કાઉન્ટર સુધી ન જાય.
સવાલઃ આ મોતનું જવાબદાર કોણ?
આ ઘટનાએ હોસ્પિટલ મેનેજમેન્ટને જ સવાલોના ઘેરાવમાં લીધું છે. કોઈ વ્યક્તિ જો સારવાર વગર હોસ્પિટલના કેમ્પસમાં જ દમ તોડી દે તો તેના મોત માટે જવાબદાર કોણ?જ્યારે જિલ્લાની હોસ્પિટલમાં ગાર્ડ તહેનાત હોય છે. પાસે જ પોલીસ ચોકી પણ છે. રાતે 2 વોર્ડ બોય પણ મુખ્ય ગેટ પર હોય છે, જેથી દર્દીઓને અંદર શિફ્ટ કરવામાં મદદ કરી શકે. ઈમરજન્સી ડ્યૂટી પર ડોક્ટર્સની હાજરી, કાઉન્ટર પર 2 કર્મચારીની હાજરી, આટલું બધું હોવા છતા કોઈએ પણ આ યુવકને સારવાર માટે દાખલ ન કરાવ્યો.
અશોકનગરમાં પણ મદદ ન મળી
મહિલા આરતીએ જણાવ્યું કે, તે સૌથી પહેલા અશોકનગર કલેક્ટરને મળવા પણ ગઈ હતી. કર્મચારીઓએ કહ્યું કે, અરજી કરીને આવો. મહિલાએ કહ્યું કે મારી પાસે પૈસા નહોતા, એટલા માટે પાછી આવી ગઈ. અશોકનગરમાં એક રિક્ષાવાળાએ બસ સ્ટેન્ડ પર ઉતારી.ગુના આવી રહેલા એક અન્ય વાહન ડ્રાઈવરને વાત કરી તો તેને પૈસા લીધા વગર અમને ગુના ઉતાર્યા. બુધવાર સાંજે તે હોસ્પિટલ આવી, રાતે બાળક સહિત ભૂખી તરસી પડી રહી.
મહિલાને કોઈએ મદદ ન કરી
મહિલા આરતી રજક પઠાર મોહલ્લા ગુનાની રહેવાસી છે. તેને સુનીલ ધાકડ સાથે 2 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. આ જ કારણે મહિલાને સાસરીવાળાઓએ ન અપનાવી. તેના પિયર પક્ષે પણ આવું જ કર્યું. પતિ ગુનાનો રહેવાસી હતો. બન્નેના પરિવારોએ સંબંધ તોડી નાંખ્યા તો અશોકનગર જઈને રહેવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..