કોરોનાનું સંક્રમણ સુરતમાં વધતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા કમિશનર વાહન વ્યવહારની કચેરી દ્વારા 27મી જુલાઈથી ST(સ્ટેટ ટ્રાન્સપોર્ટ) અને ખાનગી બસ સેવાનું સંચાલન બંધ કરવામાં આવશે. આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમય ગાળા દરમિયાન ખાનગી વાહન, ગૂડઝ પરિવહન વાહન, ટ્રક વગેરે રાબેતા મુજબ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અન્ય વિસ્તારમાં રાબેતા મુજબ બસ સેવા ચાલશે
સરકાર દ્વારા જાહેર કરેલા અનલોક-1 તથા 2ની ગાઈડલાઈન મુજબ ST બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, બસોનું સેનિટાઈઝેશન વગેરે રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ થયેલી સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ST બસ અને ખાનગી બસ સેવાનું સંચાલન રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..