જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના મુજબ વિવિધ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમો બનાવી શહેર વિસ્તારના જુદા જુદા પોઇન્ટ પર ચેકીંગ કરી માસ્ક વગર ફરતા લોકો પાસેથી રૂપિયા 200નો દંડ વસુલવામાં આવે છે. પરંતુ ગુરૂવારે નવતર પ્રયોગ કરી જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને પોલીસે જાતે માસ્ક પહેરાવ્યા હતા અને બહાર નિકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરવા જણાવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરના એ, બી, સી, તાલુકા પોલીસ સ્ટેશન, ભવનાથ, મેંદરડા, વિસાવદર સહિતના વિસ્તારોમાં પોલીસે જાતે માસ્ક પહેરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સામાન્ય રીતે લોકો ગળામાં માસ્ક લટકાવી ફરતા હોય છે અને પોલીસને જોઇ પહેરવા લાગે છે. ત્યારે આવા લોકોને સમજાવી ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અેક જ દિવસમાં લાખો રૂપિયાના દંડ વસુલવામાં આવે છે. પરંતુ દંડ કરવો એ વિકલ્પ નથી તેવું માનીને પોલીસ લોકોને માસ્ક પહેરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..